મહેસાણા: દૂધ સાગર ડેરીના સંચાલકોએ મિલ્ક ફેડરેશન સામે ઉચ્ચારી ધરણાની ચીમકી, કારણ જાણી રહેશો દંગ
મહેસાણા દૂધ સાગર ડેરીને મિલ્ક ફેડરેશન દ્વારા ચૂકવવાના થતા નાણાં સમયસરના ચૂકવાતા દૂધ સાગર ડેરીના સંચાલકોએ ધરણાની ચીમકી ઉચ્ચારી છે. મહેસાણા દૂધ સાગર ડેરી અને ફેડરેશન વચ્ચે સતત ખેંચતાણ જોવા મળતી રહી છે. ત્યારે આજે વધુ એક ચીમકી દૂધ સાગર ડેરીએ મિલ્ક ફેડરેશન સામે ઉચ્ચારી છે.
મહેસાણા દૂધ સાગર ડેરી પાસેથી રોજનું મિલ્ક ફેડરેશન અંદાજે 10 કરોડના દૂધની ખરીદી કરે છે. જેની સામે માત્ર 2 કરોડ જેટલું જ ફેડરેશન ચુકવણું કરે છે. જે નો 1/4/2019 સુધી 347 કરોડ ફેડરેશન પાસે લેવાના નીકળે છે. આ પરિસ્થિતિમાં ફેડરેશન પાસેથી લેવાના નીકળતા નાણાં ને લીધે પશુપાલકોને પગાર ચૂકવવામાં તકલીફનો સામનો ડેરી ના સંચાલકો અનુભવી રહ્યા છે.
અને આથી મહેસાણા દૂધ સાગર ડેરીને દર વર્ષે 35થી 40 કરોડનું વ્યાજનું ભારણ પણ ભોગવવાનો વારો આવ્યો છે. આમ આ પરિસ્થિતિમાં દૂધ સાગર ડેરીના વાઇસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરીએ મિલ્ક ફેડરેશનને ચીમકી ઉચ્ચારી છે કે 3થી 4 દિવસમાં જો યોગ્ય નિકાલ નહિ આવે તો પશુપાલકો અને ડેરીના સંચાલકો સાથે ફેડરેશન સામે ધરણા કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post મહેસાણા: દૂધ સાગર ડેરીના સંચાલકોએ મિલ્ક ફેડરેશન સામે ઉચ્ચારી ધરણાની ચીમકી, કારણ જાણી રહેશો દંગ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/dudhsagar-dairy-operators-threaten-to-protest-against-milk-federation-in-mehsana-at-gujarat/
via Best Gujarati News
0 Comments