આ કંપનીનો પ્રથમ 5G સ્માર્ટફોન આવતીકાલે થશે લોન્ચ, 4G સ્માર્ટફોન કરતા 20 ગણી વધારે સ્પિડ
Samsung Galaxy S10 5G આવતીકાલે લોન્ચ થશે. ફેબ્રુઆરીમાં યોજાયેલી MWC2019 માં આ સ્માર્ટફોન રજૂ કરવામાં આવ્યો હતો. આ ફોન કંપનીનો પ્રથમ 5 જી સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોન આવતીકાલે 5 એપ્રિલથી કોરિયામાં ખરીદી શકાય છે. સેમસંગ કંપની ટેલિકોમ ઓપરેટર્સ સાથે બીજા દેશોમાં પ્રથમ 5જી સ્માર્ટફોન ઉપલબ્ધ કરવા માટે કામ કરે છે.
Galaxy S10 5Gમાં 6.7-ઇંચ ડાયનેમિક AMOLED એજ-ટુ-એજ ડિસ્પ્લે છે. જેમાં તમે ઓનલાઇન અને ઓફલાઇન વીડિયો HD ક્વોલિટી સાથે જોઈ શકો છો. આ સ્માર્ટફોન હેક્સા કેમેરા સેટઅપ સાથે આવે છે. તેમાં કુલ 6 કેમેરા, આગળના 4 રીઅર કેમેરા અને ફ્રન્ટ પર બે સેલ્ફી કેમેરા છે.
ફોનના પાછળના ભાગમાં 12 + 16 + 12 + 0.038 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. 12 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને 0.038 મેગાપિક્સલનો 3D ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં 10 મેગાપિક્સેલનો પ્રાઇમરી સેલ્ફી કેમેરા અને 0.038 મેગાપિક્સલનો 3D ડેપ્થ સેન્સર કેમેરા આપવામાં આવ્યો છે.
આ સ્માર્ટફોન સાથે, સેમસંગ સુપરફાસ્ટ 5જી કનેક્ટિવિટી સાથે સ્માર્ટફોનની દુનિયામાં આગળ વધશે. આમાં, તમે 4જી સ્માર્ટફોન કરતા 20 ગણી વધારે ઝડપ મેળવશો. આમાં તમે મિનિટમાં કોઈ પણ લોકપ્રિય ટીવી શો ડાઉનલોડ કરી શકશો.
વિશ્વના પ્રથમ 5G સ્માર્ટફોનની કિંમતની વાત કરીએ તો તેમાં સેમસંગ ગેલેક્સી S10 5Gની કિંમત 256GB વેરિયન્ટ માટે 1,397,000 દક્ષિણ કોરિયન વોન (લગભગ 85,240 રૂપિયા) અને 512GB વેરિયન્ટ માટે 1,556,500 દક્ષિણ કોરિયન વોન (લગભગ 94,970 રૂપિયા) હોઈ શકે છે. આ 5જી ડિવાઇસ ત્રણ રંગ વિકલ્પો જેવા કે મેજેસ્ટીક બ્લેક, રોયલ ગોલ્ડ અને ક્રાઉન સિલ્વરમાં ઉપલબ્ધ થશે. બાકીની સુવિધાઓ એસ 10 લાઇનઅપવાળા ફોન્સ જેવા હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post આ કંપનીનો પ્રથમ 5G સ્માર્ટફોન આવતીકાલે થશે લોન્ચ, 4G સ્માર્ટફોન કરતા 20 ગણી વધારે સ્પિડ appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/samsung-galaxy-s10-5g-launching-on-april-5-know-features/
via Best Gujarati News
0 Comments