ફેક ન્યૂઝ, ફોટો અને મેસેજ માટે સતત ટીકાઓનો સામનો કરી રહેલી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે હવે આ દિશામાં મોટું પગલું ભર્યું છે. રિપોર્ટ મુજબ કંપનીએ મંગળવારે એક ‘Checkpoint Tipline’ સર્વિસનું લોન્ચિંગ કર્યું છે. જેના માધ્યમથી યૂઝર્સ સાચી અને ખોટી માહિતી વિશે જાણી શકશે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં થોડા દિવસો બાદ લોકસભાની ચૂંટણી શરૂ થવાની છે. જ્યારે ચૂંટણીના માહોલ દરમિયાન દરેક સોશિયલ મિડિયા પ્લેટફોર્મ માટે ખોટી માહિતી અને અફવા ફેલાવવાથી બચવું એક મોટો પડકાર છે. આ દિશામાં ફેસબુકે પણ થોડા દિવસ પહેલા કેટલાક મહત્વના નિર્ણય લીધા હતા. રિપોર્ટ મુજબ વોટ્સએપે એક સ્ટેટમેન્ટ જાહેર કરી આ ટિપલાઇનની ડીટેલ્સ શેર કરી છે.

સૂત્રો મુજબ ફેસબુકની ઓનરશિપ વાળી કંપની વોટ્સએપે તેના એક નિવેદનમાં કહ્યું કે,‘ભારતના એક સ્કિલિંગ સ્ટાર્ટઅપ PROTO તરફથી લોન્ચ આ ટિપલાઇન ફેલાયેલ અફવાઓ અને ઊડતી ખબરોનું એક ડેટાબેઝ તૈયાર કરશે. જેથી ચૂંટણીના સમયે ચેકપોઇન્ટ માટે ફેક માહિતીઓને સ્ટડી કરવામાં આવી શકે. ચેકપોઈન્ટ એક રિસર્ચ પ્રોજેક્ટ છે. જેને વોટ્સએપ અને ટેક્નોલોજીના મદદથી ચલાવવામાં આવી રહ્યું છે.’

આ નંબરથી કરી શકો છો ફેક ન્યૂઝની તપાસ:

રિપોર્ટ મુજબ કંપનીએ કહ્યું કે ભારતના યૂઝર્સ કોઈ પણ પ્રકારની ખોટી ખબરો અને અફવાની તપાસ કરવા માટે તેને ચેકપોઇન્ટ ટિપલાઇન(+91-9643000888) પર સબમિટ કરી શકે છે. એકવાર યૂઝર્સ તરફથી મેસેજ રિસીવ કર્યા બાદ PROTOનું વેરિફિકેશન સેન્ટર તેની તપાસ કરશે અને સંપૂર્ણ ચકાસણી બાદ યૂઝર્સને મેસેજની માહિતી સાચી છે કે ખોટી તે વિશે જાણ કરશે. ઉપરાંત નિવેદનમાં કહ્યું કે, આ માહિતીને સાચા, ખોટા, ભ્રામક, વિવાદિત અથવા આઉટ ઓફ સ્કોપમાં વર્ગીકૃત કરવામાં આવશે.

આ વેરિફિકેશનમાં તસવીરો, વીડિયોઝ અને લિંક્સથી લઈને ટેક્સ્ટ સુધી તપાસ કરવામાં આવશે. ઉપરાંત સેન્ટરમાં હિંદી, તેલુગુ, બંગાળી અને મલયાલમ ભાષાઓમાં મળેલ માહિતીઓની તપાસ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ફેક ન્યૂઝ, અફવાઓ પર લગામ લગાવવા વોટ્સએપનું મોટું પગલું, લોન્ચ કરી આ સુવિધા appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/whatsapp-launched-another-service-against-fake-messages/
via Best Gujarati News