। સિંગાપુર   ।

ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ અને સાઇના નેહવાલે મહિલા સિંગલ્સમાં પોત-પોતાની વિરોધી ખેલાડીઓને પરાજય આપી સિંગાપુર ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે જ્યારે પુરુષ સિંગલ્સમાં સમીર વર્મા અને એચ. એસ. પ્રણોયે પણ વિજયી પ્રારંભ કર્યો હતો.

કોર્ટ પર સૌથી પહેલાં ઊતરેલી ચોથી ક્રમાંકિત પીવી સિંધુએ ઇન્ડોનેશિયાની લૈની એલેસાન્ડ્રા મૈનાકીને માત્ર ૨૭ મિનિટમાં ૨૧-૯, ૨૧-૭થી પરાજય આપ્યો હતો. બીજા રાઉન્ડમાં સિંધુનો સામનો ડેન્માર્કની મિયા બ્રિચફેલ્ટ સામે થશે. તે પછી છઠ્ઠી ક્રમાંકિત સાઇના નેહવાલે ઇન્ડોનેશિયાની ખેલાડી યુલિયા યોસેફિન સુસાંતોને ૨૧-૧૬, ૨૧-૧૧થી પરાજય આપ્યો હતો. બીજા રાઉન્ડમાં સાઇનાનો સામનો થાઇલેન્ડની પોર્નપાવી ચોચુવાંગ સામે થશે. પોર્નપાવી ચોચુવાંગે ભારતની મુગ્ધા અગ્રેને ૨૧-૬, ૨૧-૮થી હરાવી બહાર કરી હતી.  પુરુષ સિંગલ્સમાં સમીર વર્માએ થાઇલેન્ડના સુપાન્યૂ અવિહિંગસાનનને ૨૧-૧૪, ૨૧-૬થી હાર આપી હતી. બીજા રાઉન્ડમાં તેનો સામનો લુ ગુઆંગઝુ સામે થશે. અન્ય એક ભારતીય ખેલાડી એચ. એસ. પ્રણોયે ફ્રાન્સના બ્રાઇસ લેવરેડેઝને ૧૧-૨૧, ૨૧-૧૬, ૨૧-૧૮થી પરાજય આપ્યો હતો. બીજા રાઉન્ડમાં તેનો સામનો જાપાનના કેન્ટો મોમોટા સામે થશે. મોમોટાએ બી. સાંઈ પ્રણિથને ૧૯-૨૧, ૨૧-૧૪, ૨૨-૨૦થી હાર આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સિંગાપુર ઓપનમાં સિંધુ અને સાઇના નેહવાલના અભિયાનનો સંગીન પ્રારંભ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/singapore-open-sindhu-an/
via Best Gujarati News