મુંબઈ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈનો 3 વિકેટે દિલધડક વિજય થયો છે. ટૉસ જીતીને મુંબઈએ પંજાબને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતુ. પહેલા બેટિંગ કરતા પંજાબે કેએલ રાહુલનાં અણનમ 100 અને ક્રિસ ગેલનાં 63 રનની મદદથી 20 ઑવરમાં 4 વિકેટે 197 રન બનાવ્યા હતા. મુંબઈનાં બૉલર્સનું પ્રદર્શન ઘણું જ નિરાશાજનક રહ્યું હતુ. મુંબઈ તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. જો કે તેણે 4 ઑવરમાં 14ની એવરેજથી 57 રન આપી દીધા હતા. આ ઉપરાંત જસપ્રિત બુમરાહ અને જેસન બેહરેનડૉર્ફે 1-1 વિકેટ ઝડપી હતી.

198 રનનો પીછો કરવા ઉતરેલા મુંબઈએ સિદ્ધેશ લાડ(15), સૂર્યકુમાર યાદવ(21), ક્વિંટન ડી કૉક(24) અને ઇશાન કિશન(7)ની ઝડપથી વિકેટો ગુમાવી હતી. કેરોન પૉલાર્ડ અને હાર્દિક પંડ્યાએ મુંબઇને જીતવાની આશા અપાવી હતી, પરતું મોહમ્મદ શમીએ હાર્દિકને 19 રને પેવેલિયન ભેગો કરીને ફરી એકવાર પંજાબને જીતવાની આશા અપાવી હતી. જો કે કેરોન પોલાર્ડે ધમાકેદાર બેટિંગ કરતા 31 બૉલમાં 10 સિક્સર્સ અને 3 ચોગ્ગા વડે 83 રન બનાવ્યા હતા.

પંજાબ તરફથી મોહમ્મદ શમીએ 3, અંકિત રાજપૂત, સૈમ કુરૈન અને રવિચંદ્રન અશ્વિને 1-1 વિકેટ ઝડપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post IPL 12: દિલધડક મુકાબલામાં મુંબઈનો વિજય, રાહુલની સદી પર ભારે પડી પૉલાર્ડની સિક્સર્સ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/mumbai-indians-won-against-kings-eleven-punjab/
via Best Gujarati News