। ચેન્નઈ ।

કોલકાતા નાઇટ રાઇડર્સ સામે આઈપીએલની લીગ મેચમાં વિજય હાંસલ કર્યા બાદ ચેન્નઈ સુપર કિંગ્સના સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ જણાવ્યું હતું કે સિનિયર સ્પિનર્સ હરભજનસિંઘ તથા ઇમરાન તાહિર જૂની વાઇનની જેમ સતત પરિપક્વ થઇ રહ્યા છે. ખેલાડીની ઉંમર માત્ર એક સંખ્યા છે તે તેમણે વધુ એક વખત પુરવાર કર્યું છે. હરભજને જેટલી પણ મેચ રમી છે તેમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. મને પણ જ્યારે જરૂર પડી ત્યારે મેં તાહિર પર વિશ્વાસ કર્યો છે અને તેણે તેને યથાર્થ પુરવાર કર્યો હતો.

ધોનીએ જણાવ્યું હતું કે અમારું બોલિંગ આક્રમણ ઘાતક સાબિત થઇ રહ્યું છે પરંતુ અમે સપાટ પીચ પર નાની બાઉન્ડ્રી સાથે એક મજબૂત ટીમ સામે રમીશું ત્યારે અમારા માટે બેસ્ટ બોલિંગ ક્રમ કયો છે તેનો ખ્યાલ આવશે. જોકે ધોનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ચેન્નઈની પીચ મોટો સ્કોર નોંધાવવા માટે યોગ્ય નથી. અમે અમારા હોમ ગ્રાઉન્ડની પીચથી સંતુષ્ટ નથી.

ડ્વેન બ્રાવોની ઇજા અંગે ધોનીએ જણાવ્યું હતું કે તેના ટીમમાં નહીં હોવાના કારણે તાલમેલ ગોઠવવામાં મુશ્કેલી પડી શકે છે. જોકે હરભજન અને તાહિર સ્થિતિને સંભાળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post હરભજન અને તાહિર ‘ઓલ્ડ વાઇન’ જેવા પરિપક્વ થઈ રહ્યા છે : ધોની appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/harbhajan-and-tahir-old-wine/
via Best Gujarati News