જયંતી ભાનુશાળી કેસ: સાક્ષીની રેકી કરવાના ગુનામાં રિમાન્ડ પૂર્ણ, છબીલ જેલમાં
। ગાંધીધામ ।
અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના આગેવાન જયંતી ભાનુશાળી હત્યા કેસમાં નજરે જોનાર સાક્ષી પવન મોરનું ગેમ કરવાના ઈરાદે તેના ઘરની રેકી કરવાના કેસમાં છબીલ પટેલના રિમાન્ડ પુરા થતા જેલમાં મોકલ્યો છે.
બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈએ જયંતી ભાનુશાળીની હત્યા કેસમાં નજરે જોનાર સાક્ષી પવન મોરની હત્યા કરવા માટે કાવત્રુ રચવાના ગુનામાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની ધરપકડ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપીના રિમાન્ડ આજે પુરા થતા કોર્ટમાં રજૂ કરવામાં આવતા જેલમાં મોકલી આપ્યા હતા. સાક્ષીની ગેમ કરવાના કાવતરામાં કયા ઈસમોની સંડોવણી હોવાની તપાસ કરી હતી. ઉપરાંત સ્થાનિકે કોઈએ મદદ પૂરી પાડી હતી તે બાબતે છબીલ પટેલે કેટલાક ખુલાસા કર્યા છે.
ગાંધીધામ રહેતા સાક્ષીના ઘર, ઓફિસની રેકી કરવા મામલે છબીલ પટેલના ભત્રીજા પીયૂષ દેવજી વાસાણી, વેવાઈ રસિક સવગણ પટેલ અને કોમેશ મગનલાલ પોકારની પોલીસે ધરપકડ કરી લીધી હતી. એસઓજીએ છબીલ પટેલના ભત્રીજા પીયૂષ વાસાણીની ધરપકડ દરમિયાન જ છબીલ પટેલે બે વખત વોટ્સએપ કોલ કર્યા હોવાના પુરાવા મળ્યા છે. રાજકીય અને અંગત દુશ્મનાવટમાં છબીલ પટેલે મુંબઈના શાર્પશૂટરોને સોપારી આપી ભાજપના પૂર્વ ધારાસભ્ય અને મહામંત્રી જયંતી ભાનુશાળીની હત્યા કરાવી હોવાનું આરોપસર હાલ તેઓ જેલમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post જયંતી ભાનુશાળી કેસ: સાક્ષીની રેકી કરવાના ગુનામાં રિમાન્ડ પૂર્ણ, છબીલ જેલમાં appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/witness-reiki-to-do-gun/
via Best Gujarati News
0 Comments