BJPનો રથ ખોટકાયો, કાર્યકરોએ ધક્કા માર્યા, કાર બદલી ફોર્મ ભર્યું
। ગાંધીનગર ।
ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શનિવારે ગાંધીનગર મતક્ષેત્રમાં ફોર્મ ભર્યા બાદ સોમવારે વધુ ૭ ઉમેદવારોએ ચૂંટણી અધિકારીઓ સમક્ષ ચૂંટણી લડવાનો દાવો કર્યો હતો. પંચમહાલ લોકસભામાં ગોધરામાં રોડ-શો યોજી ફોર્મ ભરવા જતા ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડની કાર રસ્તામાં જ ખોટવાતા તેઓ બપોરે બરાબર ૧૨-૩૯નું વિજય મુર્હત સાચવી શક્યા નહોતા. ડીજેના શોરબકોર વચ્ચે ખુલ્લી જીપ બંધ પડતા એક તબક્કે ભાજપના કાર્યકરોએ તેને ધક્કા મારીને વાતાવરણમાં ઉત્સાહ ભરવા પ્રયત્નો કર્યા હતા. ૧૫-૨૦ મીનિટની ધક્કા ગાડી હવે આગળ વધી શકે એમ નથી તેમ લાગતા ભાજપમાંથી ઉમેદવાવારી ફોર્મ લઈને નિકળેલા રતનસિંહ રાઠોડને પોતાની સાથે જીપમાં સવાર શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા અને પંચાયત મંત્રી જયદ્વથસિંહ પરમારને લઈને નીચે ઉતરી જવુ પડયુ હતુ. થોડાક પગલા ચાલ્યા બાદ આ ત્રણેય નેતાઓને બીજી કારમાં બેસીને ફટાફટ રોડ- શો પૂરો કરવો પડયો અને ગોધરા કલેક્ટર કચેરીએ જઈને ઉમેદવારી નોંધાવી પડી હતી. અહી એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, કોંગ્રેસી મુળના રતનસિંહ રાઠોડ અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયાના સવા વર્ષમાં જ ભાજપે પંચમહાલ લોકસભાની ટિકિટ આપતા ભાજપના કાર્યકરો, હોદ્દેદારો કાર ખોટવાઈ પડવાનો સીન જોઈને તેમને હાર-જીતની ચર્ચા કરતા જોવા મળ્યા હતા.
સૌરાષ્ટ્રમાં ઉમેદવારો ફોર્મ ૫હેલાં મંદિરે પહોંચ્યા
જૂનાગઢ માટે ભાજપે ટટળાવીને લોકસભા માટે રિપિટેશનની તક આપતા સાંસદ રાજેશ ચુડસામા સોમવારે સવારે ભગવાન સોમનાથના દર્શને પહોંચ્યા હતા. રવિવારે બપોરે તેમની ટિકિટ જાહેર થતા ચૂડાસમાએ સોમનાથ મંદિરને ધજા ચઢાવી હતી. રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ કાગવડ ખાતે આવેલા ખોડલધામમાં અને પોરબંદરથી ભાજપના ઉમેદવાર રમેશ ધડુક સિદસર સ્થિત ઉમિયા માતાજીના મંદિરે જઈને આશિર્વાદ મેળવ્યા હતા.
ત્રણ દિવસ બાકી, BJPના ૭, કોંગ્રેસમાંથી એકની ઉમેદવારી થઈ
ત્રીજા તબક્કે લોકસભા ચૂંટણીમાં ઉમેદવારીના ચોથા દિવસે ભાજપના ૭ અને કોંગ્રેસના એક સહિત કુલ ૪૪ ઉમેદવારે દાવા રજૂ કર્યા હતા. ઉમેદવારી માટે ફોર્મ ભરવા માટે હવે ત્રણ દિવસ જ રહ્યા છે. દરમિયાન ભાજપમાં ત્રણ અને કોંગ્રેસમાં ૧૩ ઉમેદવારો જાહેર થવાના બાકી છે ત્યારે છેલ્લા દિવસ ગુરૂવારે ફોર્મ ભરવા ધસારો વધશે તે નક્કી છે.
ભાજપમાંથી કોણે કોણે ઉમેદવારીપત્રક ભર્યું
બેઠક ઉમેદવાર
ખેડા દેવુસિંહ ચૌહાણ
નવસારી સી.આર.પાટિલ
કચ્છ વિનોદ ચાવડા
ભાવનગર ડો.ભારતી શિયાળ
અમદાવાદ પશ્ચિમ ડો.કિરીટ પટેલ
સાબરકાંઠા દીપસિંહ રાઠોડ
પંચમહાલ રતનસિંહ રાઠોડ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post BJPનો રથ ખોટકાયો, કાર્યકરોએ ધક્કા માર્યા, કાર બદલી ફોર્મ ભર્યું appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/bjp-no-charioteer-workers-activists/
via Best Gujarati News
0 Comments