રાજકોટમાં નાળામાં ડૂબી જતા 3 બાળકોના મોત, પરીવાર આઘાતમાં
રાજકોટના પાળ ગામ નજીક એક નાળામાં ત્રણ બાળકો ડૂબી જતાં મોત નીપજ્યા છે. મૃતક બાળકોની ઉંમર 10થી 12 વર્ષની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અને 108ની ટીમ દોડી આવી.
નાળામાં ડૂબી જવાની જાણ થતાં જ બાળકોના પરિવારજનો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા નાળામાંથી કઢાયેલા બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે વ્હાલસોયા બાળકોના મોતથી પરિવારમાં શોકની સ્થિતિ સર્જાઇ છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી બાળકો માથે જાણે કાળ બેઠો હોય તેમ પ્રવાસ પર ગયેલા બાળકોથી લઈ સ્કુલે જતા બાળકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે આજે રાજકોટમાં બનેલી આ ઘટનાએ તેમાં ઉમેરો કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post રાજકોટમાં નાળામાં ડૂબી જતા 3 બાળકોના મોત, પરીવાર આઘાતમાં appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/3-children-drowning-in-a-drain-in-rajkot-family-members-in-shock/
via Best Gujarati News
0 Comments