જમાઈ બન્યો જમ, હેરાન કરતી સાસુ સાથે ચાલુ ટ્રેનમાં કર્યું આવું કૃત્ય
સુરતમાં એક શખ્સ પોતાની સાસુની હત્યા ફક્ત એટલા માટે કરી નાખી કેમકે તે અવારનવાર ઝઘડો કરતી હતી. આરોપી પોતાની સાસુથી એટલી નફરત કરતો હતો કે, તેણે શાકભાજી સુધારવાના ચાકુથી ચાલતી ટ્રેનમાં પોતાની સાસુ પર 6 તિક્ષ્ણ ઘા મારી દીધા. જેના લીધે સાસુનુ મોત થઈ ગયું. મૃતકની ઓળખાણ માથુરી દેવી તરીકે થઈ છે.
માથુરી દેવીની દિકરી ચંપાના લગ્ન 3 વર્ષ પહેલા સુરતના પિંટુ સોનકર સાથે થયા હતાં. આ બધા લોકો દારૂ વેચવાનું કામ કરતા હતાં, પિટુંની સાસુ રોજ સવારે કામને લઈને દમણ જાતી હતી. ગત 27 માર્ચના પિંટુ તેની સાથે સ્ટેશન પર ગયો. ટ્રેનનો એસએલઆર કોચ ખાલી હતો. જેથી માથુરી દેવી અને પિંટુ તેમાં બેસી ગયા. જેવી ટ્રેન ચાલુ થઈ અને ઉધનાથી આગળ નીકળી પિંટુએ પોતાના ખિસ્સામાંથી ચાકુ કાઢીને માથુરી દેવી પર ટૂટી પડ્યો અને ત્યાંજ ઢીમ ઢાળી દિધુ.
પિંટુએ પોતાની સાસુ પર એક પછી એક એમ 6 ઘા કર્યા અને લોહીલુહાણ કરીને ઉધના પાસે જ ચાલતી ટ્રેનમાં કુદી ગયો. હત્યાને અંજામ આપીને પિંટુ પિપલોદની તરફ ભાગી ગયો. જ્યાં તેનું ઘર હતું. ત્યાંથી તે પત્ની ચંપા અને 3 વર્ષના દિકરાને સાથે લઈને પોતાના ગામ માણિકપુર માટે નીકળી પડ્યો. પહેલા તેઓ સુરતથી મુઁબઈ પહોંચ્યા. પછી પેંસેન્જર ટ્રેનથી નાગપુર જતા રહ્યાં.
આ પછી તેઓ નાગપુર સ્ટેશન પર ઉતર્યા અને વગર ટીકીટે નાગપુર – જયપુર એક્સપ્રેસના S10 કોચમાં ચડી ગયા. હત્યાંના લગભગ 24 કલાક વીત્યા પછી પિંટુએ ટ્રેનમાં જ પોતાની પત્નીને કહ્યું કે, તેણે માથુરી દેવીને મોતને ઘાટ ઉતારી દીધી છે. આ વાત સાંભળીને ચંપાના હોશ ઉડી ગયા અને તેણે પિંટુ પર પાછુ જવાનું દબાણ બનાવ્યું અને તેઓ ઈટારસી થી સુરત જવાનો પ્લાન કરતા જ હતાં. ત્યાં પોલીસે તેને પકડી લીધો.
આ તરફ પોલીસે વલસાડમાં માથુરી દેવીની હત્યાં કરાયેલી લાશ ટ્રેનના એસએલઆર કોચમાંથી જપ્ત કરી લીધી હતી. લગભગ 10 કલાક પછી પોલીસ તેની ઓળખાણ કરી શકી. પછી પોલીસે પિંટુ અને ચંપાને શોધ્યા પણ મળ્યા નહી. જોકે પોલીસે પિંટુંનો મોબાઈલ સર્વિલન્સ પર લગાવી દીધો. જેનાથી તેનું લોકેશન ટ્રેસ થઈ ગયું અને પોલીસે તેની ધરપકડ કરી શકી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post જમાઈ બન્યો જમ, હેરાન કરતી સાસુ સાથે ચાલુ ટ્રેનમાં કર્યું આવું કૃત્ય appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/such-an-act-was-done-in-the-train-with-jamya-jamat-harassing-mother-in-law/
via Best Gujarati News

0 Comments