આજે SCમાંથી ભગા બારડને મળેલી રાહત બાદ મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે. અર્જુન મોઢવાડીયાએ આ મામલે ભાજપને આડે હાથ લીધું હતું. તેમણે કહ્યું કે, ભાજપે જે રીતે બિનબંધારણીય પગલાં ભરીને વિપક્ષને નાબૂદ કરવા પ્રયત્ન કર્યો  છે. અને  ભગવાનભાઇ ને ખોટી રીતે સસ્પેન્ડ કરવા પ્રયત્નો પણ કર્યો છે. સુપ્રીમ કોર્ટે પણ  આ ચૂંટણની નહિ યોજવા સ્ટે આપ્યો છે. કોર્ટે કહ્યું કે, સસ્પેન્ડ કરવાનો અધિકાર માત્ર રાજ્યપાલને જ મળેલા છે. ભાજપનો પ્રયત્ન નિષ્ફળ પુરવાર થયો છે.

મોઢવાડીયાએ વધુમાં જણાવ્યું કે,  ભાજપને એટલી ઉતાવળ હતી કે તેમને તેમના ઊમેદવાર પણ જાહેર કરી દીધા છે. ભાજપે લોકોના ચુકાદાને ફેરવવાનો પ્રયાસ કર્યો  છે. ન્યાય ની જીત થઇ છે વિરોધપક્ષ નો અવાજ દબાવવાથી એકાદ વાર જ વિજય થાય છે. વારંવાર ખોટી રીતે વિજય ના થઇ શકે. રાજકીય કિન્નાખોરી રાખીને ધારાસભ્યને સરન્ડર કરાવવા નો પ્રયત્ન ને નિષ્ફળતા મળી કન્વિકશન થાય એટલે સભ્ય પદ રદ થાય એવી દલીલ સરકારે કરી  છે. કન્વિક્શન સ્ટે હોય ત્યારે ચૂંટણી જાહેર ના કરવી જોઈએ. સરકાર પોતાનો પક્ષ કોર્ટમાં પુરવાર નથી કરી શક્યા

 મહત્વનું છે કે, ગુજરાત હાઇકોર્ટે તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડની સસ્પેન્શન અને પેટાચૂંટણી રદ કર્યા બાદ આજે તેમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આજે ભગા બારડની અરજી પર સૂનાવણી કરતા મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો હતો. તલાલા બેઠકને લઇને ચૂંટણી પંચના જાહેરનામા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી હતી. આ સાથે તલાલા બેઠક પર પેટા ચૂંટણી નહીં યોજાય.

શું હતો સમગ્ર મામલો ?

ખનીજ ચોરીના જુના એક કથિત મામલામાં ભગવાન બારડને નીચલી અદાલતે દોષિત ઠેરવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે તેમનું ધારાસભ્યપદ રદ કર્યું હતું. ભાજપે અહીં પેટાચૂંટણી યોજવાના ભાગરૂપે જશા ભાણા બારડને ઉમેદવાર તરીકે પણ જાહેર કરી દીધા હતા. પરંતુ આજે સુપ્રીમ કોર્ટે ભાજપને એક મોટો ફટકો આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post SCમાંથી ભગા બારડને રાહત બાદ મોઢવાડિયાનું નિવેદન, જાણો ભાજપને લઇને શું કર્યા પ્રહારો? appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/modhwadis-statement-after-relieving-bhagwad-bard-from-sc-know-what-is-happening-with-bjp/
via Best Gujarati News