ગરમા ગરમ જલેબીનો સ્વાદ આપણે સૌએ ચાખ્યો જ હોય છે. આપણે ત્યાં ફરસાણની સાથે મીઠાઈ ખાવાનો રિવાજ છે. જમવામાં જો થાળીમાં ગરમા ગરમ જલેબી આવી જાય તો પછી કહેવુંજ શું? યીસ્ટ, મેંદો અને ખાંડથી કોઈ પણ જલેબી બનાવી શકે છે. જલેબીને ઘી કે તેલમાં બનાવવામાં આવે છે. જો તમે પણ અવનવું ખાવાના શોખીન છો તો નોંધીલો આ રેસિપી.

જલેબી બનાવવા જોશે સામગ્રી
મેંદો બે કપ, ઈસ્ટ 1 મોટો ચમચો, પાણી 2 કપ, તળવા માટે ઘી, ચાશણી માટે ખાંડ 4 કપ, પાણી 2 કપ, દૂધ 1 ચમચો, કેસર 8-10 તાંતણા.

જલેબી બનાવવાની પદ્ધતિ
યીસ્ટમાં અડધો કપ નવશેકુ પાણી નાંખી ફુલાવવા માટે છોડી દો. એક મોટા વાસણમાં મેંદો નાખો, યીસ્ટને ખુબજ સરખી રીતે પાણીમાં ભેળવી લો. મેંદામાં યીસ્ટનું પાણી નાંખી થોડું થોડું પાણી નાખી ઘોળ તૈયાર કરો. આ ઘોળ એવું તૈયાર કરો જે વધારે પાતળું કે વધારે જાડું ન હોય. આ ઘોળને 5-6 કલાક ઢાંકીને રાખી દો. હવે તમારૂ જલેબી બનાવવા માટેનું ખીરૂ તૈયાર છે.

જલેબી તળો એ પહેલાં ચાસણી તૈયાર કરો. એક પેનમાં પાણી અને ખાંડ નાખીને ધીમી આંચ પર ઉકાળો. તેને વચ્ચે વચ્ચે હલાવતા રહો. જ્યારે તેમાં ઉભરો આવે તેમાં દૂધ નાંખી દો. દૂધ નાંખવાથી ચાસણીની અશુદ્ધતા ઉપર તરવા લાગશે તેને ચમચી વડે બહાર કાઢી લો.

જલેબી માટે એક તારની ચાસણીની જરૂર હોય છે. ચાસણીમાં ઉભરો આવે તો એક ચમચીથી જોઈ લો. જો તેમાં પાતળા તાર દેખાય તો સમજી લેવું કે ચાસણી તૈયાર છે. તેમાં કેસર નાંખી ધીમી આંચ પર ઉકાળો. ગેસની બીજી બાજુ એક પેનમાં ઘી નાંખી ધીમા તાપ પર ગરમ કરવાં મુકો.

જ્યાં સુધી ઘી ગરમ થાય મેંદાની પેસ્ટને સારી રીતે ફીણી લો. આ પેસ્ટને સોસની બોટલથી કે દૂધની થેલીને કાપીને જલેબી બનાવી તળીલો. જ્યારે ઘીમાં જલેબી તળો બને બાજુ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તળીલો. ત્યારબાદ આ જલેબીને ચાસણીમાં ડૂબાડીદો. આ જ રીતે તમામ જલેબીને તળતા રહો. તૈયાર છે ગરમા ગરમ જલેબી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઘરેજ બનાવો સરળ પદ્ધતિથી જલેબી,ખાનારાઓ ખાતા જ રહી જશે appeared first on Sandesh.



from Lifestyle – Sandesh http://sandesh.com/sweet-recipes-how-to-make-jalebi-recipe-step-by-step/
via Best Gujarati News