સાઉથની પ્રખ્યાત ડિશ અપ્પમ બનાવવાની સરળ પદ્ધતિ
સાઉથ ઈડિંયાની પ્રખ્યાત ડિશ એટલે અપ્પમ. સાઉથના લોકો આ ડિશને નાસ્તામાં ખાય છે તો કેયલાક લોકો તેનો ડિનરમાં પણ ઉપયોગ કરે છે. અપ્પમ આમતો શ્રીલંકાની ડિશ છે. પણ ભારતમાં તમિલનાડુ અને કેરળમાં પણ આ ડિશને બનાવવામાં આવે છે.
અપ્પમ બનાવવા જોશે સામગ્રી
1 કપ ચોખા, 2 કપ નાળીયેર કદ્દુ કસ કરેલું, 3 ચમચી ખાંડ, 1 ચમચી યીસ્ટ, મીઠું સ્વાદ અનુસાર, તેલ
અપ્પમ બનાવવાની પદ્ધતિ
સૌથી પહેલાં એક બાઉલમાં ચોખા અને નાળિયેરને 6-7 કલાક પાણીમાં પલાળી રાખો. પછી તેમાં મીઠુ અને યીસ્ટ નાંખી મિક્સરમાં પીસી લો. ઢાંકેલા વાસણમાં 4-5 કલાક મુકી દો. પેનમાં થોડું તેલ નાખી ગરમ કરો. પેન ગરમ થાય પછી તેમાં આ મિશ્રણને નાંખો. એક બાજુ અપ્પમ ચડી જાય એટલે ફેરવી દો. તૈયાર છે ગરમા ગરમ અપ્પમ સર્વિગ પ્લેટમાં સજાવી સર્વ કરો.
અપ્પમને તમે નાસ્તામાં કે પછી જમવામાં લઈ શકો છો. આમાં તમે ચિઝ કે બટર પણ બેટર તરીકે લગાવી શકો છો આ અપ્પમ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સાઉથની પ્રખ્યાત ડિશ અપ્પમ બનાવવાની સરળ પદ્ધતિ appeared first on Sandesh.
from Lifestyle – Sandesh http://sandesh.com/how-to-make-sweet-appam-south-indian-traditional-appam-recipe/
via Best Gujarati News
0 Comments