ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસે દક્ષિણ સુદાનમાં શાંતિ માટે સુદાનના પ્રમુખ અને વિરોધપક્ષના નેતાના ચરણે ચુંબન કરી દીધું. પોપે કોઇ સામાન્ય વ્યક્તિના ચરણે ચુંબન કર્યું હોય તેવું પહેલીવાર બન્યું છે. પોપ ફ્રાન્સિસે બંને નેતાને વેરવિખેર થઇ રહેલા દેશને બચાવી લેવા અપીલ કરી હતી. શાંતિ સમજૂતી પર મન બનાવવા પણ અપીલ કરી હતી.

સામાન્ય સંજોગોમાં ધાર્મિક ક્રિયાઓ માટે પોપ કેદીઓના પગ ધોતા હોય છે. પરંતુ કોઇક દેશના નેતાના ચરણે પોપે ચુંબન કરીને શાંતિ અપીલ કરતાં વિશ્વભરના લોકો ચોંકી ગયા છે. દક્ષિણ સુદાનના ઉપપ્રમુખ રબેકા ન્યાનદેંગ ગરાંગે જણાવ્યું હતું કે પોપના આ નમ્ર વલણે તેમને હચમચાવી નાખ્યા છે. ન્યાદેગની આંખ દ્રશ્ય જોઇને ભીની થઈ ગઈ હતી.

સુદાનમાં સરકાર અને વિરોધપક્ષ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં લાખો લોકો મરી ચૂક્યા છે. પોપે પ્રમુખ સાલ્વા કીર અને તેમના વિરોધી અને પૂર્વ બળવાખોર નેતા રીક મચારને જણાવ્યું હતું કે જૂની સ્થિતિઓને ભૂલીને આગળ વધવું જોઇએ. હકીકતે 2011માં દક્ષિણ સુદાન તે સુદાનથી આઝાદ થયું હતું. તે પછી 2013માં સરકાર અને વિરોધપક્ષ વચ્ચે થયેલા સંઘર્ષમાં ચાર લાખથી વધુ લોકોનો ભોગ લેવાઇ ચુક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પોપ એ દક્ષિણ સુદાનના નેતાઓને પગે ચુંબન કરતા દુનિયાભરમાં ચર્ચા, દ્રશ્ય જોઇ આંખમાં આંસુ appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/pope-francis-in-plea-for-south-sudan-peace-stuns-leaders-by-kissing-their-shoes/
via Best Gujarati News