ફિલ્મી દુનિયાથી દૂર રહીને પણ ટોચની નામના મેળવતા સંગીતકારો
સિનેજગતના સૂર-તાલ : વિક્ટર ડિસોઝા
બુધાદિત્ય મુખર્જી
પંડિત બુધાદિત્ય મુખર્જી એક જાણીતા ભારતીય શાસ્ત્રીય સંગીતકાર છે. આ સાથે તેઓ ઈમદાદખાની ઘરાનાના સદાબહાર ઉસ્તાદ પણ છે. તેમણે શાસ્ત્રીય સંગીત વાદ્ય સિતાર અને સૂરબહારમાં નિપુણતા હાંસલ કરી છે. બુધાદિત્ય મુખર્જી અત્યાર સુધીના પહેલા એવા કલાકાર છે જેમણે લંડનના હાઉસ ઓફ કોમન્સમાં સંગીતના સૂરો રેલાવવાનો લહાવો મળ્યો હતો. એટલું જ નહીં, જાણીતા વીણાવાદક બાલચંદર અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સત્યજિત રેએ તેમને સદીના મહાન સિતાર વાદક તરીકેનું બિરૂદ આપ્યું હતું.
તેમણે ૧૯૭૦માં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુ.એઈ. અને યુરોપની લગભગ તમામ જગ્યાઓ પર જઈને પરફોર્મન્સ આપ્યા હતા. તે અરસામાં તેઓ બે રાષ્ટ્રીય સ્તરની સંગીત સ્પર્ધા પણ જીતી હતી. તેમનો જન્મ ૧૯૫૫માં ભિલાઈમાં સંગીતમય પરિવારમાં થયો હતો. તેમના પિતા ભિલાઈ સ્ટીલ પ્લાન્ટના ટોચના અધિકારી હતા. તેમના પિતા આચાર્ય પંડિત બિમલેન્દુ મુખર્જી શાસ્ત્રીય સંગીત વાદ્ય સિતાર, સરોડ, સૂરબહાર, બીન, સારંગી અને વોકલ મ્યુઝિકના સારા જાણકાર હતા. તેના કારણે તેમના ઘરમાં ઘણી વાર પીઢ સંગીતકારો સાથે સંગીતની મહેફીલ જામતી હતી. પિતા પંડિત બિમલેન્દુ મુખર્જીએ તે સમયમાં પાંચ વર્ષના બુધાદિત્ય મુખર્જીને નાનું સિતાર આપાવ્યું હતું અને તેના પર તેને તાલીમ આપતા હતા.
૧૯૭૫માં તો તેઓ ઓલ ઈન્ડિયા રેડિયોમાં એ ગ્રેડના કલાકાર બની ચૂક્યા હતા, તેમને ટોચનું સ્થાન આપવામાં આવ્યું હતું. સિત્તેરના દાયકામાં તેઓ પહેલા એવા કલાકાર બન્યા જેમણે સિતાર ઉપર ટપ્પાના સૂરો રેલાવ્યા હતા. તેમણે વિશ્વભરમાં પ્રવાસ ખેડયો છે અને તેમના સંગીતના હુન્નરને ઉજાગર કર્યો છે. આમ તેમની સંગીત સફર રસપ્રદ અને સફળ રહી છે.
અનુરાધા પાલ
સંગીતની દુનિયામાં અનુરાધાની એક આગવી ઓળખ છે. તેણી ભારતીય શાસ્ત્રીય સંગીતની એક જાણીતી તબલાવાદક છે. આ સાથે તેણી એક સારી ગાયિકા પણ છે. અનુરાધા પાલ બહુવિધ પ્રતિભાઓથી સંપન્ન છે. એટલું જ નહીં, પણ એનસાઈક્લોપિડિયા બ્રિટનીક અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ દ્વારા તેમને વ્યવસાયિક રીતે દુનિયાની પહેલી મહિલા તબલાવાદક તરીકે સ્થાન અપાયું છે. તે ઉસ્તાદ અલ્લા રખા અને ઝાકીર હુસૈનની શિષ્યા રહી ચૂકી છે. ૨૦૦૮માં વુડસ્ટોક ફેસ્ટિવલનાં વર્લ્ડ મ્યુઝિક બેન્ડમાં તેમણે ૪,૦૦,૦૦૦ દર્શકોને તેમના સૂરોથી ડોલાવ્યાં હતાં.
અનુરાધા પાલે ઓલ ઈન્ડિયા રેડિયોમાં પણ પોતાનો હુન્નર બતાવી ચૂકી છે. આ સાથે તે ભારતીય કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સની પેનલમાં પણ સેવા આપી ચૂક્યાં છે. આ સાથે તેમણે ૨૦૧૭માં બાલગ્રામમાં એક લાખથી વધુ ગ્રામજનો માટે તેમજ મહારાષ્ટ્રના સાંગલીમાં વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની બેટી બચાવો, બેટી પઢાવો યોજનાનાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ કામગીરી બજાવી છે. શરૂઆતમાં તબલાંની તાલીમ તેમણે શ્રી માણિકરાવ પોપટકર અને પંડિત મદન મિશ્રાના સાંનિધ્યમાં કરી હતી. દસ વર્ષની વયે તેમણે તબલાં શીખવાની શરૂઆત કરી હતી.
તેના હુન્નરની ચારેકોર ચર્ચાઓ થવા લાગી હતી. અરે સત્તર વર્ષની વયે તો તેમને લોકો લેડી ઝાકીર હુસૈન તરીકે સંબોધવા લાગ્યા હતાં. સંગીતની દુનિયામાં તબલાવાદક તરીકે તેણીનું નામ મોખરે હતું.
ઉસ્તાદ સુલ્તાન ખાન
ઉસ્તાદ સુલ્તાન ખાન જાણીતા સારંગી વાદક અને સિકર ઘરાનાના ક્લાસિકલ ગાયક હતા. આ સાથે તેઓ ઈન્ડિયન ફ્યુઝન ગ્રૂપ, તબલાં બીટ સાયન્સ સાથે પણ જોડાયા હતા. જેમાં તેમની સાથે ઝાકીર હુસૈન અને બિલ લાસવેલ પણ હતા. ૨૦૧૦માં તેમને ભારતના ત્રીજા ક્રમના નાગરિક સન્માન પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ઉસ્તાદ સુલ્તાન ખાનનો જન્મ ભારતીય સામ્રાજ્યના રજવાડા એવા રાજસ્થાનના જોધપુર શહેરમાં થયો હતો. તેમણે તેમના પિતા ઉસ્તાદ ગુલાબ ખાન પાસેથી સારંગીનું જ્ઞાાન મેળવ્યું હતું.
તેમણે અગિયાર વર્ષની વયે ઓલ ઈન્ડિયા કોન્ફરન્સમાં પહેલું પરફોર્મન્સ આપ્યું હતું. આ સાથે ૧૯૭૪માં જ્યોર્જ હેરિસનની ડાર્ક હોર્સ વર્લ્ડ ટૂર પર પંડિત રવિશકંર સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પરફોર્મન્સ આપ્યું હતું. તેમણે વીસ વર્ષની વયે રાજકોટના રેડિયો સ્ટેશનમાં પોતાની સંગીતમય કારકિર્દીની શરૂઆત કરી હતી. રાજકોટના રેડિયો સ્ટેશનમાં આઠ વર્ષ પસાર કર્યા બાદ તેમને રાજકોટની મુલાકાતે આવેલા લતા મંગેશકર સાથે ગાવાનો મોકો મળ્યો હતો. એ તેમના જીવનનો યાદગાર દિવસ હતો, તેને તમે તેમના જીવનનો ર્ટિંનગ પોઈન્ટ પણ કહી શકો છો. ત્યારબાદ તેઓ મુંબઈ, રેડિયો સ્ટેશનમાં સ્થળાંતર થયા. મુંબઈ રેડિયોમાં જોડાયા બાદ તે માત્ર મુંબઈ શાસ્ત્રીય સંગીતમાં જ નહીં, પણ ફિલ્મ ઉદ્યોગના સંગીત સાથે પણ નાતો બાંધ્યો.
તેમની સંગીત કારકિર્દી દરમિયાન તેમણે સંગીત નાટક અકાદમી પુરસ્કાર મેળવ્યો હતો, જે રાષ્ટ્રપતિ પુરસ્કાર તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત ગોલ્ડ મેડલિસ્ટ એવોર્ડ ઓફ મહારાષ્ટ્રથી પણ તેમને નવાજવામાં આવ્યા હતા. તેમજ ૧૯૯૮માં અમેરિકન એકેડેમી ઓફ આર્િટસ્ટ પુરસ્કાર સહિત અસંખ્ય મ્યુઝિકલ પુરસ્કારો તેમણે મેળવ્યાં હતાં.
cine@ sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ફિલ્મી દુનિયાથી દૂર રહીને પણ ટોચની નામના મેળવતા સંગીતકારો appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/the-musicians-receiving-the-top-names-despite-being-away-from-the-film-world/
via Best Gujarati News
0 Comments