ઉકળી ઉઠી કંગના રનૌત, કહ્યું- આલિયાને લઇને હું શરમ અનુભવુ છું
કંગના રનૌત અને આલિયા ભટ્ટ વચ્ચે ફિલ્મ મણિકર્ણિકાની રિલીઝ સમયથી ચાલી રહેલો વિવાદ રોકાવાનું નામ લઇ રહ્યો નથી. એક તરફ આલિયા ભટ્ટ જયાં કંગના રનૌતના નિવેદનને શાલીનતાથી જવાબ આપી રહી છે તો કંગના આલિયા પર કોઇ નિશાન સાધવાની તક બાકી રાખતી નથી. હવે એક વખત ફરી કંગના રનૌતે આલિયા પર પ્રહાર કર્યા છે. કંગનાએ આલિયાની ગલીબોયમાં કરવામાં આવેલી એક્ટિંગ પર રિએક્ટ કર્યું છે.
આ વિવાદ બોલીવુડ લાઇફના ઓનલાઇન પોલથી શરૂ થયો. જ્યાં 2019ની બેસ્ટ અભિનેત્રીના સર્વેમાં કંગના રનૌતે આલિયા ભટ્ટને હરાવી. વોટિંગમાં કંગના પહેલા અને આલિયા બીજા નંબર પર રહી.
એક ઇન્ટરવ્યુમાં કંગનાએ કહ્યું, હુ શરમ અનુભવું છું, ગલી બોયની પરર્ફોમન્સમાં મને હરાવવા જેવું શુ હતું. ફરીથી મૂંહફટ છોકરીનો રોલ.. મહિલા સશક્તિકરણ અને સારા અભિનય અંગે બોલીવુડનો વિચાર… મને આ શરમથી દૂર રાખો. મીડિયાએ ફિલ્મી બાળકોને ખૂબ પ્રેમથી લીધા છે. તેમના સરેરાશ કામ માટે તેને પેમ્પર કરવાનું બંધ કરો. નહીંતર ક્યારેય સારી એક્ટિંગનો સ્કેલ નહી થાય.
આ પહેલા કંગનાએ એક ઇન્ટરવ્યુંમાં આલિયા-રણબીરને આ જનરેશનનો યુવા ચહેરો જણાવવા પર આલોચના કરવી હતી. કંગના રનૌતે કહ્યું હતું તેને યુવા કહેવાની વાત શુ છે. રણબીર કપૂર 37 વર્ષના છે. આલિયા માત્ર 27 વર્ષની છે. 27 વર્ષની ઉંમરમાં મારી માતાના ત્રણ બાળક હતા. આ બિલકુલ અનુચિત છે. બાળક છે કે ડંબ છે.
જણાવી દઇએ કે મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસીને બોલીવુડનો સપોર્ટ ન મળવાથી કંગના અત્યાર સુધી અપસેટ છે. લાગે છે કે આ બાબત કંગના રનૌત સૌથી વધારે ગુસ્સો આલિયા છે. કંગનાએ કહ્યું હતુ કે આલિયાએ રાજીનું ટ્રેલર મોકલ્યું હતું અને ફિલ્મને જોવાની વાત કરી હતી. ટ્રેલર જોયા બાદ મેં મેઘના ગુલજાર અને આલિયાને ફોન કર્યો હતો. પરંતુ મારી ફિલ્મ માટે કોઇ તરફથી કોઇ રિસ્પોન્સ આવ્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઉકળી ઉઠી કંગના રનૌત, કહ્યું- આલિયાને લઇને હું શરમ અનુભવુ છું appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/kangana-ranaut-who-is-known-as-embarrassment-compares-the-comparison-with-alia-bhatt/
via Best Gujarati News
0 Comments