હું ફિલ્મોમાં કિસિંગ અને ન્યૂડિટી માટે નથી બન્યો – સલમાન ખાન
સલમાન ખાનની ફિલ્મોમાં જબરદસ્ત એક્શન જોવા મળે છે. તેમની ફિલ્મોમાં રોમાન્સ તો હોય છે. પરંતુ કિસિંગ સીન નહી. જોકે સલમાન ખાન ફિલ્મોમાં કિસિંગ સીન આપતા નથી. હવે એક ઇન્ટરવ્યુમાં સલમાને જણાવ્યું કે તે ફિલ્મોમાં કિસિંગ અને ન્યૂડિટી માટે નથી.
એક ઇન્ટરવ્યુંમાં સલમાને જણાવ્યું તે હાલ પણ જ્યારે સ્ક્રીન પર કિસિંગ સીન આવે છે તો અમને બધાને અજીબ લાગે છે. તમે જે પણ રીતે ઇચ્છો તે રીતે જોઇ શકો છો. પરંતુ હું મારું ધ્યાન હંમેશા ક્લીન સિનેમા તરફ રાખુ છું. હું ઇચ્છું છુ કે મારા બેનરમાં એવી ફિલ્મો આવે જેમા નોટીનેસ, એક્શન, રોમાન્સ હોય અને દરેક લોકો સાથે બેસીને જોઇ શકે. હું આ સતત આગળ પણ રાખીશ. જો કોઇ ફિલ્મ A રેટેડ હોય છે, તો તે એક્શનના કારણે હશે. હું ફિલ્મોમાં કિસિંગ અને ન્યુડિટી માટે બિલકુલ પણ નથી બન્યો.
તે સિવાય સલમાને પોતાને સરેરાશ અભિનેતા ગણાવ્યો છે. સાથે જ તેને કહ્યું કે શાહરુખ ખાન અને આમિર ખાન લેજેન્ડ છે. બન્નેની એક- બે ખરાબ ફિલ્મો હોય શકે છે. પરંતુ તે હંમેશા શાનદાર વાપસી કરે છે. જોકે, ટેન્શન તો મારું છું. મેં લોકોને મારા વિષે કહેતા સાંભળ્યું છે કે તે મારા માટે આવું નથી વિચારતા. મારી પાસે સીન એવો છે કે હું સરેરાશ પ્રમાણમાં ટેલેન્ટ અને લકના કારણથી સર્વાઇવ કરી રહ્યો છું.
વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન ફિલ્મ ભારત 5 જૂને રિલીઝ થશે. ફિલ્મમાં સલમાન ખાન સિવાય કેટરીના કેફ, દિશા પટની , તબ્બુ અને સુનીવ ગ્રોવર પણ છે. અલી અબ્બાસ જફરે આ ફિલ્મ ડાયરેક્ટ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post હું ફિલ્મોમાં કિસિંગ અને ન્યૂડિટી માટે નથી બન્યો – સલમાન ખાન appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/i-have-not-made-films-for-kissing-and-nudity-salman-khan/
via Best Gujarati News
0 Comments