ફિલ્મી ટ્રેક :- ધારિકા જનસારી

જયા પ્રદા

જયા પ્રદા જેટલી સારી અભિનેત્રી રહી ચૂકી છે. એટલી સારી રાજનીતિમાં પણ સક્રીય રહી છે. તેણે હિન્દી ઉપરાંત તેલગુ, તમિલ, મલયાલમ, બંગાળી, અને મરાઠી જેવી તેણી ૨૦૦૪થી ૨૦૧૪ સુધી રામપુરથી સીટ જીતી અને સાંસદ રહી ચૂકી છે. જયાએ એ સમયે સમાજવાદી પાર્ટી સાથે જોડાઈને કોંગ્રેસની બેગમ નૂરને હરાવી હતી. ૨૦૧૪માં તે બિજનોર સીટથી લોકસભાની ચૂંટણી લડી પરંતુ તે હારી ગઈ હતી. જયા પ્રદા એ સમયની સફળ અભિનેત્રીઓમાં પોતાનું સ્થાન ધરાવતી હતી એ સમય દરમિયાન તેણે પોતાની કરિયર પર પૂર્ણ વિરામ મૂકીને રાજનીતિનો રસ્તો અપનાવી લીધો હતો.

રાજ બબ્બર

ઈન્સાફ કા તરાજૂ, નિકાહ જેવી ફિલ્મોમાં હીરો તરીકે અને વિલનનો પણ રોલ ઘણી ફિલ્મોમાં કરનાર અભિનેતા રાજ બબ્બરે ૧૯૮૯માં વીપી સિંહ સાથે જનતા દળમાં જોડાયા. અને રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ તેણે ૧૯૯૪માં સમાજવાદી પાર્ટીમાં જોડાયા અને રાજ્યસભા માટે ચૂંટણી લડવા ટિકિટ મળી હતી. રાજ બબ્બરે તેમની પહેલી લોકસભા ચૂંટણી ૧૯૯૯માં આગ્રાથી જીતી હતી અને પછી ૨૦૦૪માં પણ ત્યાંથી જ ફરી જીત મેળવી હતી. ૨૦૦૮માં તે કોંગ્રેસમાં જોડાયા અને ૨૦૦૯માં ફિરોજાબાદથી લડયા હતા. ૨૦૧૪માં લોકસભા ચૂંટણી દરમિયાન વીકે સિંહની સામે હારી ગયા હતા. જ્યારે ૨૦૧૭ની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ નિયુક્ત કર્યા હતા. રાજ બબ્બર રાજનીતિમાં ઘણા સક્રિય કાર્યકર્તા રહ્યા છે.

સ્મૃતિ ઈરાની

સ્મૃતિ ઈરાનીએ ટેલિવિઝન પર આવતી ક્યોંકી સાંસ ભી કભી બહુ થીમાં તુલસીના અભિનયથી ઘર ઘરમાં પ્રચલિત બની ગઈ હતી. તેણી ૧૦માં ધોરણ પછી કમાવાનું શરૂ કરી દીધું હતું. મુંબઈ આવીને ૧૯૯૮માં મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો. પરંતુ તે ફાઈનલમાં પહોંચી શકી નહોતી. સીરિયલોમાં કામ કરવાની સાથે સ્મૃતિ ૨૦૦૩માં ભાજપમાં જોડાઈ હતી. એ વખતે પૂર્વ કેન્દ્રિય મંત્રી કપિલ સિબ્બલ સામે હાર મળી હતી. બીજા વર્ષે ૨૦૦૪માં તેને મહારાષ્ટ્ર યુથ વિંગના ઉપાધ્યક્ષ પદ મળ્યું હતું. સ્મૃતિને પાંચ વાર કેન્દ્રિય સમિતિના કાર્યકારી સદસ્ય તથા રાષ્ટ્રીય સચિવ તરીકે નિયુક્તિ મળી હતી. ૨૦૧૧માં ગુજરાતમાંથી રાજ્યસભાની સાંસદ માટે ઉમેદવારી કરી હતી. સ્મૃતિ ૨૦૧૪માં પણ ચૂંટણી હારી ગઈ હતી, પરંતુ રાજ્યસભાની સદસ્ય હોવાથી તેે માનવ સંસાધન વિકાસ મંત્રી બની શકી હતી. તે કાપડ મંત્રી પણ છે.

પરેશ રાવલ

પરેશ રાવલે સિનેજગતને ઘણી કોમેડી ફિલ્મો આપી છે. અને ખાસ કરીને તેને કોમેડી ફિલ્મો માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે. તે અમદાવાદના પૂર્વ વિસ્તારના સાંસદ રહી ચૂક્યા છે. આ કલાકારે ચૂંટાયા પછી તરત જ કહી દીધું હતું કે મારે રાજકારણમાંથી પૈસા કમાવા નથી એટલે પહેલી પ્રાયોરિટી ફિલ્મોને આપીશ! એમાંથી મારી દાળ રોટલી નીકળવાની છે. એમાંથી જે નવરાશ મળે એમાં જ મારા વિસ્તારના કામો કરીશ!

ધમેન્દ્ર

હેમા માલિની જેટલો ધમેન્દ્ર રાજનીતિમાં સક્રિય નથી રહ્યો. તેણે ૨૦૦૪માં રાજસ્થાનના બિકાનેર ખાતે ટિકિટ મેળવીને ૫૦,૦૦૦થી વધુ વોટ સાથે જીત મેળવી હતી. પરંતુ એ સમય પછી તે એક સીમા સાથે જીવે છે. કારણકે તેને આ રાજનીતિની જિંદગીથી દૂર રહેવું હતું. રાજનીતિના કામકાજમાં તેનું મન નહોતું, પણ ધર્મેન્દ્રએ ક્યારેય હેમાને આનાથી દૂર રહેવાની ફરજ નથી પાડી.

ઉર્મિલા માતોંડકર

રંગીલા ગર્લનાં નામથી જાણીતી હતી ઉર્મિલા માતોંડકર જે હવે કોંગ્રેસની ઉમેદવાર બની ચૂકી છે. તેણે ગણતરીની જ ફિલ્મોમાં કામ કર્યું છે. અને તે કહે છે કે ફિલ્મમાં કામ કરવું મારો શોખ હતો. અને એવું નથી કે એમાં કામ કર્યા પછી બીજું કંઈ ન કરી શકાય. ઉર્મિલા એ ૨૯ માર્ચમાં રોજ જાહેર કર્યું કે તે કોંગ્રેસ પાર્ટીની સદસ્ય બનશે. અને ઉત્તર મુંબઈની સીટથી તે ચૂંટણી લડશે.

cine@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અભિનેતા બનવું સહેલું કે નેતા બનવું સહેલું? appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/actor-becoming-easier-k-no/
via Best Gujarati News