‘એપલ’ અને ‘ગૂગલ’ પણ છે પાછળ, જાણો દુનિયાની સૌથી વધુ નફો કરતી કંપની વિશે
દુનિયામાં સૌથી વધુ નફો કરનાર કંપનીઓ વિશે વાત થાય તો સૌથી પહેલા તમારા મગજમાં એપલ અને ગૂગલનું નામ આવશે. પરંતુ આ સાચું નથી. તેમને જણાવી દઈએ કે એપલ અને ગૂગલથી પણ વધુ નફો કરનારી કંપની સાઉદી અરેબિયાની છે. જે દુનિયાની સૌથી વધુ નફો કરતી કંપની છે. સાઉદી અરેબિયાની આ કંપની ‘Saudi Aramco’ છે. રિપોર્ટ મુજબ સાઉદી અરામકોનો નફો એપલ, અલ્ફાબેટ અને એગ્જોન જેવી વિશ્વની મોટી કંપનીઓ કરતા પણ ઘણો વધારે છે. એગ્જોન મોબિલ અમેરિકાની પ્રમુખ તેલ કંપની છે.
રિપોર્ટ મુજબ સાઉદી અરામકોનો નફો 2018માં એપલથી 46 ટકા વધુ હતો. કંપનીએ 111 અબજ ડોલર એટલે કે લગભગ 7.66 લાખ કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો. જોકે વધુ નફો કરવા છતા કેટલાક લોકોને આ કંપની વિશે માહિતી નથી. તેનું કારણ એ છે કે સાઉદી અરેબિયાની કંપની સાઉદી અરામકો હાલ પણ કોઈ સ્ટોક એક્સચેંજમાં રજિસ્ટર્ડ નથી. પ્રાપ્ત માહિતી મુજબ ગત વર્ષે કંપની આઈપીઓ ઈશ્યૂ કરવાની હતી. પરંતુ સાઉદીએ તે જ સમયે કાચા તેલના ભાવમાં ઘટાડો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ કંપનીએ પહેલી વખત તેનો નફો જાહેર કર્યો છે. રિપોર્ટ મુજબ અરામકો બોન્ડ વેચીને 10 અબજ ડોલર એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. સૂત્રો મુજબ ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝ અને ફિંચે કંપનીની નાણાકીય જાહેરાતનો અભ્યાસ કર્યો. આ કંપની સાઉદી સરકાર માટે આવકનો મોટો સ્ત્રોત છે. કારણ કે કુલ ટેક્સનો 50 ટકા સરકારને અહીંથી જ મળે છે. જ્યારે ફિંચ મુજબ 2015થી 2017 સુધી દેશનું 70 ટકા રેવેન્યૂ આ કંપનીથી જ થયું હતું. કંપની બોન્ડ વેચવા માંગે છે પરંતુ તેમા સ્ટોક એક્સચેંજ જેવી પારદર્શિતા નથી.
રિપોર્ટ મુજબ અરામકોના બોન્ડ વેચવા સાઉદી પ્રિંસ સલમાનની રણનીતિ છે. તેથી અર્થવ્યવસ્થાને ડાઇવર્સિફાઇ કરી શકાય. આ સાથે સાઉદી અરેબિયાએ ભારત સહિત કેટલાક અન્ય દેશોમાં રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે. એવી પરિસ્થિતિઓમાં કંપનીના માધ્યમથી સરકાર વધુ પ્રમાણમાં ફંડ એકત્ર કરવામાં માંગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ‘એપલ’ અને ‘ગૂગલ’ પણ છે પાછળ, જાણો દુનિયાની સૌથી વધુ નફો કરતી કંપની વિશે appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/saudi-arabia-oil-company-aramco-is-worlds-most-profitable-company/
via Best Gujarati News
0 Comments