હવે પ્રાઈવેટ સેક્ટરના નોકરીયાતોને બખ્ખા, ખુદ સુપ્રીમ કોર્ટે આપી લીલી ઝંડી
સુપ્રીમ કૉર્ટે પ્રાઇવેટ સેક્ટરનાં દરેક કર્મચારીઓ માટે પેન્શનમાં ભારે વધારાનો રસ્તો સાફ કરી દીધો છે. કૉર્ટે EPFOની અરજીની ફગાવતા કેરલ હાઈકૉંર્ટનાં એ ચુકાદાને માન્ય રાખ્યો છે, જેમાં કર્મચારીઓને તેમની પુરી સેલેરીનાં હિસાબથી પેન્શન આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હાલનાં સમયમાં EPFO પેન્શનની ગણતરી દર મહિને 1250 રૂપિયા (15 હજારનાં 8.33 ટકા) પ્રમાણે કરે છે. આવો તમને જણાવીએ કે કૉંર્ટનાં તાજેતરનાં નિર્ણયથી તમારા પેન્શનમાં કેવી રીતે વધારો થશે.
કેટલું યોગદાન?
માની લો કે પ્રાઇવેટ સેક્ટરનાં કર્મચારી મુકેશ ગુપ્તા 33 વર્ષની નોકરી બાદ 2029માં રીટાયર થશે અને ત્યારે તેમનું પેકેજ (બેઝિક+ડીએ+રિટેન્શન બૉનસ) મહિને 50 હજાર હશે. હાલની સીસ્ટમ અંતર્ગત EPSનું યોગદાન 542 રૂપિયા મહિને (1996માં સ્કીમ લૉન્ચ થવાથી સપ્ટેમ્બર 2014 સુધી મહત્તમ 6,500નાં 8.33 ટકા) અને ત્યારબાદ 1,250/મહિને (15,000નાં 8.33 ટકા) 2014 સુધી અધિકતમ 6,500નાં 8.33 ટકા અને ત્યારબાદ 1,250/મહિને (15,000નાં 8.33 ટકા). નવી સીસ્ટમ પ્રમાણે યોગદાન વાસ્તવિક સેલેરીનાં 8.33 ટકા હશે.
પેન્શન કેલક્યુલેશનની ફૉર્મ્યુલા
(સેવા વર્ષ+2)/70 x અંતિમ સેલેરી
કૉંર્ટેનાં આદેશ પ્રમાણે (18 વર્ષ [1996-2014]+1.1*)/70×6500+15 વર્ષ (2014થી આગળ) +0.9*/70X15,000
બૉનસ 2ને પ્રો રેટા બેસિસ પર ડિવાઇડ કરવાથી આ આંકડો હશે 5,180 દર મહિને. એટલે કે કૉર્ટનાં આદેશથી પહેલા મુકેશ ગુપ્તાને દર મહિને 5,180 રૂપિયા પેન્શન મળશે.
કૉર્ટનાં આદેશ બાદ પેન્શન થશે 33+2/70X50,000 (અંતિમ સેલેરી) = 25,000ય મહિને.
કેવી રીતે કરવામાં આવે છે EPSમાં યોગદાન?
કર્મચારીઓનાં બેઝિક વેતનનાં 12 ટકા પીએફમાં જાય છે અને 12 ટકા તેના નામથી નિયુક્ત કંપની જમા કરાવે છે. કંપનીનાં 12 ટકા ભાગેદારીમાંથી 8.33 ટકા ભાગ પેન્શન ફંડમાં જાય છે અને બાકીનો 3.66 ટકા પીએફમાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post હવે પ્રાઈવેટ સેક્ટરના નોકરીયાતોને બખ્ખા, ખુદ સુપ્રીમ કોર્ટે આપી લીલી ઝંડી appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/this-how-employees-will-be-benefited-through-eps/
via Best Gujarati News
0 Comments