શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 184 અને નિફ્ટી 44 પોઇન્ટ વધી માર્કેટ બંધ
શેરબજારમાં આજે દિવસના અંતે સેન્સેક્સ 184.78 અંક એટલે કે 0.48 ટકા વધીને 39,056.65 પર અને નિફ્ટી 44.05 અંક એટલે કે 0.38 ટકા વધીને 11,713.02 પર આવી બંધ થયો છે.
શેરબજારમાં આજે પણ ખુલતાની સાથે ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ 71.15 અંક એટલે કે 0.18 ટકા વધીને 38,943.02 પર અને નિફ્ટી 34.90 અંક એટલે કે 0.30 ટકા વધીને 11,704.05 પર ખુલ્યો હતો.
સારા ગ્લોબલ સંકેતોને કારણે આજે પણ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. ગઇકાલે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ 164.27 અંક એટલે કે 0.42 ટકા વધીને 38,837.18 પર અને નિફ્ટી 45.25 અંક એટલે કે 0.39 ટકા વધીને 11,669.15 પર શેરબજાર બંધ રહ્યું હતુ. 2019ના નાણાંકીય વર્ષની શરૂઆતમાં શેરબજાર વધારા સાથે જોવા મળ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 184 અને નિફ્ટી 44 પોઇન્ટ વધી માર્કેટ બંધ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/today-sensex-by-39056-nifty-11713/
via Best Gujarati News
0 Comments