સ્ત્રી-૨માં રાજકુમાર રાવને રિપ્લેસ કરશે આ હીરો
ગયા વર્ષે સ્ત્રી ફિલ્મે બોક્સઓફિસ ઉપર ઘણી કમાણી કરી હતી. હોરર ફિલ્મ હોવા છતાં તેમાં કોમેડીની જે છાંટ નાખવામાં આવેલી તે લોકોને ગમી હતી. હિન્દી સિનેજગતમાં ભાગ્યે જ ફુલ્લી હોરર ફિલ્મ ચાલી હોય એવા દાખલા છે. બાકી તો બધી ફિલ્મો બોક્સઓફિસ ઉપર પીટાઇ જ ગઇ છે. બાકી કોમેડી હોરર ફિલ્મે હંમેશાં બોક્સઓફિસ ઉપર સારો દેખાવ કર્યો છે. જેમ કે ભુલભુલૈયા. અને પછી સ્ત્રીએ પણ સારો દેખાવ કર્યો. સ્ત્રીનાં સારા દેખાવ બદલ ડાયરેક્ટર આ ફિલ્મની સિક્વલ પણ બનાવી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી હતી. આ વાત સાચી સાબિત થઇ. હાલ સ્ત્રી-૨ની સ્ટોરી ઉપર કામકાજ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં હિરોઇન તરીકે શ્રદ્ધા જ હશે કે બીજું કોઇ એ તો હજી સુધી જાણવા નથી મળ્યું, પણ હીરો તરીકે રાજકુમાર રાવની જગ્યા બીજું કોઇ લઇ શકે તેવા એંધાણ છે. વેલ તમને જણાવીએ કે સ્ત્રી-૨માં રાજકુમારની જગ્યાએ વરુણ ધવન ફિલ્મ સાઇન કરવાનો હોવાની વાત ચાલી રહી છે. વરુણને સ્ત્રી ગમી હતી અને તે આ ફિલ્મ કરવા માગતો હતો. હવે જ્યારે સ્ત્રી-૨ની તૈયારી થઇ રહી છે ત્યારે ડાયરેક્ટર્સ કન્ફ્યુઝ છે કે વરુણને લેવો કે રાજકુમારને. કેમ કે રાજકુમાર સાથે પણ તેમના બહુ સારા સંબંધ છે. અને વરુણ પણ આ ફિલ્મમાં કામ કરવા ઉતાવળો બન્યો છે. વેલ તો હવે જોવું રહ્યું કે સ્ત્રી-૨માં કોણ જોવા મળશે. અને તેની વાર્તા કેવી હશે? કેમ કે પહેલી ફિલ્મ તો રીઅલ સ્ટોરી બેઝ્ડ ફિલ્મ હતી જ્યારે હવેની ફિલ્મમાં મસાલો ઉમેરશે કે બીજી કોઇ રીઅલ સ્ટોરી લેશે તે તો આવનાર સમય જ જણાવી સકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સ્ત્રી-૨માં રાજકુમાર રાવને રિપ્લેસ કરશે આ હીરો appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/in-the-female-2-prince-rao/
via Best Gujarati News
0 Comments