બ્લેક પેન્થરની અજાયબ સૃષ્ટિ ક્યાં જોવા મળે?
પર્દે કે પીછે
ફિલ્મ બ્લેક પેન્થરમાં બ્લેક પેન્થરે બનાવેલી અજાયબ દુનિયા અનોખી અને રોમાંચક લાગે છે. આવા રંગીન આભાના સતત બદલાતાં દોડતા વલયો ઉત્તર ધ્રુવના આકાશમાં જોવા મળે છે. પરંતુ ઉત્તર ધ્રુવ પ્રદેશમાં એવી હરિયાળી અને વૃક્ષો હોતા જ નથી જે ફિલ્મમાં બ્લેક પેન્થરના પ્રદેશમાં જોવા મળે છે. આકાશમાં જે વાદળો જોવા મળે છે એ પણ ઉત્તર ધ્રુવ પ્રદેશમાં જ્યારે રંગોળી ચાલતી હોય ત્યારે જોવા મળતા નથી.
જે દ્રશ્ય આપણી પૃથ્વીના કોઈપણ ભાગમાં શક્ય જ નથી એવી સૃષ્ટિ ફિલ્મ બ્લેક પેન્થરમાં વીએફએક્સની મદદથી ક્રોમા ટેકનિકથી બતાવવામાં આવી છે. આ દ્રશ્યના શૂટિંગ વખતે સ્ટુડિયોના વિરાટ હોલમાં દીવાલો તથા ફર્શ ઉપર વાદળી પડદા લગાવવામાં આવ્યા હતા. પછી ફર્શ ઉપર નકલી લોનની હરિયાળી પાથરવામાં આવી હતી અને જાતજાતના છોડના કૂંડા મૂકીને કૂંડાને નકલી ઘાસથી ઢાંકી દેવામાં આવ્યા હતા. પાંખા પાંદડાવાળું એક વૃક્ષ શૂટિંગ પૂરતું લાવીને ગોઠવી દેવામાં આવ્યું હતું. એમાં બ્લેક પેન્થર ચાલી રહ્યો છે એવું અસલી શૂટિંગ કરી લીધા પછી વીએફએક્સની મદદથી આસપાસ હરિયાળી ઉમેરી દવામાં આવી. આકાશમાં ઉત્તર ધ્રુવના રંગવલયો અને દૂર દૂર દેખાતા વાદળો ગોઠવી દેવામાં આવ્યા.
આ બધું કામ એટલું સફાઈથી અને સલુકાઈથી કરવામાં આવ્યું છે કે ફિલ્મમાં પડદા ઉપર આપણે આ દ્રશ્ય જોઈએ તો એમાં વીએફએક્સનો કમાલ જરાય જોઈ શકતા નથી. આપણે અદ્ભુત સૃષ્ટિ જોઈને અંજાઈ જઈએ છીએ. મનમાં વિચાર આવી જાય છે, કાશ! આવી કોઈ જગ્યાએ આપણને પણ જવા મળે!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post બ્લેક પેન્થરની અજાયબ સૃષ્ટિ ક્યાં જોવા મળે? appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/black-panther-awesome/
via Best Gujarati News
0 Comments