કરમબીર સિંહ સંભાળશે ભારતીય નૌસેનાની બાગડોર
કરન્ટ અફેર્સ :- જયેશ ઠકરાર
- ભારતીય નૌસેનાના નવા પ્રમુખ તરીકે કરમબીર સિંહ નેતૃત્વ સંભાળશે. એડ્મિરલ સુનિલ લાંબા તા.૩૧ મેનાં રોજ સેવા નિવૃત્ત થાય છે. કરમબીર સિંહ પૂર્વી નૌસેના કમાંડમાં ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ તરીકે કાર્યરત છે. ભારતીય નૌકાદળમાં ૬૭,૨૨૮ સૈનિકો-સ્ટાફનું સંખ્યાબળ છે.
- ”મિશન શક્તિ” અંતર્ગત ડીઆરડીઓ દ્વારા લો અર્થ ઓરબીટમાં એક સેટેલાઈટને નિશાન બનાવતી મિસાઈલનું સફળ પરીક્ષણ થયું. એન્ટી સેટેલાઈટ વેપન પ્રકારની આ મિસાઈલ અંતરિક્ષમાં જો કોઈ સેટેલાઈટ ભારતની જાસૂસી કરતો જણાશે તો તેને ઉડાવી શકશે. આવી ઉપલબ્ધિ મેળવનાર ભારત અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો દેશ બન્યો છે.
ન્યૂઝલાઈન
- ભારતીય વાયુસેનામાં ૪ ચિનૂક હેલિકોપ્ટર્સ સામેલ થયા છે. ૧૦ ટન વજન ઉઠાવવાની ક્ષમતા ધરાવતા આ હેલિકોપ્ટર સૈનિકોને એકથી બીજા સ્થાને ખૂબ ઓછા સમયમાં પહોંચાડશે. ભારત અને અમેરિકા વચ્ચે ૧૫ ચિનૂક અને ૨૨ અપાચે હેલિકોપ્ટર્સ માટે ૨૦૧૫મા ૩ અરબ ડોલરનો સોદો થયો હતો, જેની આ પહેલી ખેપ છે.
- ડિજીટલ પેમેન્ટને ઉતેજન આપવા માટે પાંચ સભ્યોની કમિટીના અધ્યક્ષપદે રિઝર્વ બેન્કે નંદન નિલેકણીની વરણી કરી છે. આ સમિતિ ૯૦ દિવસમાં તેનો રિપોર્ટ આપશે.
દેશ-વિદેશ
- પાકિસ્તાને તેના કબ્જા હેઠળના કાશ્મીર સ્થિત શારદાપીઠ માટે કોરિડોરને મંજૂરી આપી છે. આ પૂર્વે ગુરુદ્વારા કરતારપૂર સાહિબ અને ડેરા બાબા નાનક વચ્ચે કોરિડોર માટે સહમતિ સધાઈ છે.
રિપોર્ટ કાર્ડ
- યુનાઈટેડ નેશન્સના વિશ્વ પ્રસન્નતા રિપોર્ટ-૨૦૧૯ મુજબ પ્રસન્નતા સૂચકાંકમાં ભારતને ૧૪૦મુ સ્થાન મળ્યું છે. સતત બીજી વખત ફિનલેન્ડને પ્રથમ સ્થાન મળ્યું. ફિનલેન્ડ પછીના ક્રમે ડેનમાર્ક, નોર્વે આઈસલેન્ડ તથા નેધરલેન્ડ છે.
- વિશ્વ આર્થિક ફોરમ ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઇંડેક્સ-૨૦૧૯માં ભારત ૭૬મા સ્થાને આવ્યું છે. ગત વર્ષની તુલનામાં બે અંકની પ્રગતિ થઈ છે પરંતુ ફોરમના નિરીક્ષણ મુજબ વિશ્વમાં મહત્તમ પ્રદૂષણસ્તર ધરાવતા દેશોમાં ભારત એક છે અહીં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઘણું વધારે છે.
- વિશ્વની ત્રણ મુખ્ય રેટિંગ એજન્સી મૂડીઝ, સ્ટેન્ડર્ડ એન્ડ પૂઅર્સ અને ફિચ છે, જેમાં ફિચ રેટીંગ્સ મુજબ ભારતનો વિકાસદર ૨૦૧૯-૨૦૨૦ માટે ૬.૮% રાખવામાં આવ્યો છે.
વર્લ્ડવોચ
- કઝાખસ્તાને પૂર્વ રાષ્ટ્રપતિ નૂરસૂલ્તાન નજરબાયેવના નામ પરથી રાજધાની અસ્તાનાનું નામ ‘નૂરસૂલ્તાન’ કર્યું છે. નવા રાષ્ટ્રપતિ કૈસિમ જોમાર્ત તોકાયેવે આ ઘોષણા કરી હતી. નજરબાયેવે ૩૦ વર્ષ રાષ્ટ્રપતિપદ સંભાળ્યા બાદ તાજેતરમાં રાજીનામું આપ્યું છે.
- તિબેટમાં લોકતાંત્રિક સુધારણા અને છેલ્લા ૬૦ વર્ષમાં વિકાસ સંદર્ભે ચીને શ્વેતપત્ર બહાર પાડયો.
નિધન
- ૧૯૮૯મા પદ્મશ્રી પૂરસ્કારથી સન્માનિત લોકકલા ક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન કરનાર હકુ શાહનું નિધન થયું.
રમત-જગત
- ફાઈનલમાં નેપાળને હરાવી ભારતીય મહિલા ફૂટબોલ ટીમે સૈફ ફૂટબોલ કપનો ખિતાબ જીત્યો. ભારતે આ ખિતાબ સતત પાંચમી વખત જીત્યો છે.
- ભારતીય હોકી ટીમના પૂર્વ કપ્તાન સરદારસિંહને તાજેતરમાં એશિયાઈ ઓલમ્પિક પરિષદની એથ્લેટ કમિટીમાં સ્થાયી સમિતિના સદસ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા.
- દિવ્યાંગોને રમત-ગમત માટે પ્રોત્સાહિત કરવા યોજાતા વિશેષ ઓલમ્પિકમાં ભારતે ૮૫ સુવર્ણ, ૧૫૪ રજત અને ૧૨૯ કાંસ્ય સાથે કુલ ૩૬૮ પદક જીત્યા. આ ઓલમ્પિકનું સૂત્ર છે ”લેટ મી વીન, બટ ઈફ આઈ કેન નોટ વીન, લેટ મી બ્રેવ ઈન ધ એટેમ્પટ”
- ઓમાનના મસ્કતમાં ઓપન ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં અર્ચના કામતે રજત ચંદ્રક જીત્યો
બહુમાન
- પદ્મશ્રી, સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત ઉત્તરાખંડના પ્રસિધ્ધ હિન્દી લેખક લીલાધર જુગડીને ૨૦૧૮ના વ્યાસ સન્માનથી પૂરસ્કૃત કરવામાં આવ્યા. તેમને આ બહુમાન તેમના કાવ્યસંગ્રહ ‘જિતને લોગ ઉતને પ્રેમ’ માટે આપવામાં આવ્યો. આ સન્માન કે.કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે.
- અમેરિકાના ઈતિહાસમાં સર્વાધિક આયૂષ્ય ધરાવતા જીવિત રાષ્ટ્રપતિ તરીકેનું બહુમાન જીમી કાર્ટરને મળ્યું. આ પૂર્વે આ રેકોર્ડ જ્યોર્જ ડબલ્યુ એચ. બૂશના નામે હતો જેનું ૯૪ વર્ષ, ૧૭૧ દિવસની વયે નિધન થયું હતું. જીમી કાર્ટરને ૨૦૦૨મા નોબેલ પૂરસ્કારથી સન્માનિત કરાયા હતા.
jayesh.thakrar@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post કરમબીર સિંહ સંભાળશે ભારતીય નૌસેનાની બાગડોર appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/karambir-singh-will-take-india/
via Best Gujarati News
0 Comments