એજ્યુકેશન :- દિવ્યેશ વેકરિયા

બેચલર ડીગ્રી કર્યા બાદ માસ્ટર ડીગ્રી માટે અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, જાપાન, ઓસ્ટ્રલિયા, થાઈલેન્ડ, નેધરલેન્ડ અને કેનેડા જેવા દેશોની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમા ભણવાની ઈચ્છા ધરાવતાં હોય તો આ સ્કોલરશિપ સૌથી ઉપયોગી સાબિત થાય તેવી છે. ધ જોઈન્ટ જાપાન અને વર્લ્ડ બેન્ક દ્વારા ડેવલપિંગ કન્ટ્રીના વિદ્યાર્થીઓ જુદા જુદા ક્ષેત્રમાં આગળ વધીને રાષ્ટ્રીય વિકાસમાં સહભાગી બને તે માટે સ્કોલરશિપ આપે છે. ઈચ્છુક ઉમેદવાર નિયમોને આધિન અરજી કરી શકે છે.

વિષયઃ 

  • એન્વાયર્મેન્ટલ એન્ડ નેચરલ રીસોર્સ
  • વોટર
  • મેક્રોઈકોનોમિક્સ એન્ડ ફ્સિકલ મેનેજમેન્ટ
  • હેલ્થ, ન્યુટ્રિશન
  • પોપ્યુલેશન
  • જનરલ ડેવલપમેન્ટ
  • એગ્રીકલ્ચર
  • સોશ્યલ પ્રોટેકશન એન્ડ લેબર
  • જેન્ડર
  • ગવર્નન્સ
  • ફયનાન્સ એન્ડ માર્કેટ
  • એજ્યુકેશન
  • કલાઈમેન્ટ ચેન્જ

મહત્વની બાબતોઃ 

  • ભારતીય નાગરિકત્વ હોવું ફ્રજિયાત છે.
  • સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી અભ્યાસ કરેલો હોવો જોઈએ.
  • અંગ્રેજી ભાષા પર પકડ હોવી અનિવાર્ય છે.
  • કોઈપણ એક જ દેશનું નાગરિકત્વ હોવું જોઈએ.
  • બેચલર ડીગ્રી અથવા તેની સમકક્ષની કોઈપણ ડીગ્રી ત્રણ વર્ષ પહેલાં મેળવેલી હોવી જોઈએ.
  • બેચલર ડીગ્રી મેળવ્યાં બાદ જે તે ડેવલપમેન્ટ ફ્લ્ડિમાં ત્રણ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
  • ઉમેદવારે પોતાની યુનિવર્સિટી અને પ્રોગ્રામ નક્કી કરવાનો રહેશે.
  • http://www.worldbank.org/en/programs/scholarships#3 આ લિંક પર પ્રિર્ફ્ડ યુનિવર્સિટી પ્રોગ્રામ પર જઈને યુનિવર્સિટી અને કોર્સ નક્કી કરવાનો રહેશે.
  • વર્લ્ડ બેક્ન સાથે લોહીના સગપણ ધરાવતાં કોઈ ઉમેદવાર અરજી કરી શકે નહીં.
  • ઉમેદવારે જે તે દેશમાં અભ્યાસ કર્યા બાદ પોતાના દેશમાં ફ્રજિયાતપણે પરત ફ્રવાનું રહેશે.

પસંદગીઃ 

  • કુલ ૧૦૦માંથી ચાર તબક્કામાં ટકાવારી નક્કી કરવામાં આવી છે.
  • ૩૦ ટકા ક્વોલિટી ઓફ પ્રોફેશનલ વર્કને પ્રાધાન્ય આપવામાં આવે છે.
  • ૩૦ ટકા ક્વોલિટી ઓફ પ્રોફેશનલ રિકમન્ડેશનને પ્રાધાન્ય આપવામાં આવે છે.
  • ૩૦ ટકા ક્વોલિટી ઓફ કમિટમેન્ટ ટુ યોર હોમ કન્ટ્રીને પ્રાધાન્ય આપવામાં આવે છે.
  • ૧૦ ટકા ક્વોલિટી ઓફ એજ્યુકેશન બેકગ્રાઉન્ડને માન્ય રાખવામાં આવે છે.
  • સમિતિ દ્વારા સરેરાશ સ્કોર જે ઉમેદવારનો વધુ હોય તેમને સ્કોલરશિપ માટે માન્ય કરવામાં આવે છે.

સહાયઃ 

  • ઈકોનોમી કલાસની એર રિટર્ન ટિકિટ આપવામાં આવે છે.
  • ૫૦૦ અમેરિકન ડોલર ટ્રાવેલ એલાઉન્સ આપવામાં આવે છે.
  • ટયુશન માટે સહાય કરવામાં આવે છે.
  • બેઝિક મેડિકલ ઈન્સ્યોરન્સ આપવામાં આવે છે.
  • એકોડેમેશન, ફૂડ, સ્ટેશનરી-બૂક્સ અને અન્ય ખર્ચ પુરો પાડવામાં આવે છે.

અરજીઃ 

  • અરજી ઓનલાઈન કરવાની રહેશે
  • અરજી કઈ રીતે કરવી તે માટેની ગાઈડલાઈન માટે https://bit.ly/2HMVH9v
  • ઓનલાઈન અરજી માટે https://bit.ly/2CHQYls

અરજી કરવાની છેલ્લી તારીખઃ 

  • ૧૧ એપ્રિલ, ૨૦૧૯

education.sandesh@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ધ જોઈન્ટ જાપાન વર્લ્ડ બેન્ક ગ્રેજ્યુએટ સ્કોલરશિપ પ્રોગ્રામ appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/the-joint-japan-world-ben/
via Best Gujarati News