રજનીકાંતની ફિલ્મ દરબારનું ફર્સ્ટ પોસ્ટર રીલીઝ, આવો છે જબરદસ્ત હટકે લુક
રજનીકાંત પોતાની અપકમિંગ ફિલ્મમાં ડબલ રોલમાં ભૂમિકા નિભાવતા દેખાશે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મમાં રજનીકાંત ડબલ રોલમાં હોઇ શકે છે. રજનીકાંત એક પોલીસવાળા અને સોશિયલ એક્ટિવિસ્ટની ભૂમિકામાં જોવા મળી શકે છે. ફિલ્મનું ટાઇટલ અને ફર્સ્ટ લુક સામે આવી ગયો છે. લાઇકા પ્રોડક્શને 9 એપ્રિલના રોજ ટ્વીટ કરી ફિલ્મના ટાઇટલ “દરબાર” અને રજનીકાંતના લુકવાળું પહેલું પોસ્ટર રીલીઝ કરી દીધું છે.
આ ફિલ્મના ડાયરેકટર એઆર મુરૂગદાસ છે. જ્યારે સંગીત નિર્દેશક ‘વાઇ દિસ કોલાવરી..’ ફેમ અનિરૂદ્ધ રવિચંદર છે. કહેવાય છે કે દરબારને 2020મા પોંગલના અવસર પર રીલીઝ કરવાની તૈયારી છે. ફિલ્મમાં રજનીકાંતનો લુક જુઓ તો હંમેશાની જેમ સ્ટાઇલિશ અંદાજમાં દેખાઇ રહ્યો છે. ફિલ્મમાં તેમનો રોલ આઇપીએસ ઓફિસરનો કહેવાય છે.
પોસ્ટરમાં ફિલ્મ સાથે જોડાયેલ ખાસ માહિતી સામે આવી નથી પરંતુ ફિલ્મ મુંબઇ બેસ્ડ છે એ વાત પોસ્ટરને જોઇ લાગી રહ્યું છે. પોસ્ટરમાં ગેટવે ઓફ ઇન્ડિયા દેખાય છે. રજનીકાંત આની પહેલાં મુંદ્રુ મુગમ, પાંડિયન, અને કોડી પરાકુત્થુ જેવી ફિલ્મોમાં પોલીસ ઓફિસરની ભૂમિકામાં દેખાઇ ચૂકયા છે. આ ફિલ્મ સાથે દેખાઇ ચૂકયા છે. આ ફિલ્મ સાથે જોડાયેલા કેટલાંય લુક પાછલા દિવસોમાં લીક થઇ ગયા હતા. ફિલ્મનું નામ પહેલાં થલાઇવા 167 રાખ્યું હતું ત્યારબાદ બદલાઇ ગયું.
દરબારના પોસ્ટર પર ફૈન્સને જબરદસ્ત રિસપોન્સ આવી રહ્યો છે. ચાર દાયકાથી સુપરસ્ટાર રજનીકાંતની નવી ફિલ્મ થલાઇવાના ફેન્સ માટે ખાસ ગિફ્ટ છે. ફિલ્મમાં રજનીકાંતની સાથે નયનતારા દેખાશે. નયનતારાની થલાઇવાની સાથે આ ચોથી ફિલ્મ છે. તે આની પહેલાં ચંદ્રમુખી, કુસેલન અને શિવાજીમાં રજનીકાંતની સાથે કામ કરી ચૂકયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રજનીકાંતની ફિલ્મ દરબારનું ફર્સ્ટ પોસ્ટર રીલીઝ, આવો છે જબરદસ્ત હટકે લુક appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/rajinikanths-darbar-film-first-look-release/
via Best Gujarati News
0 Comments