પોરબંદરના યુવાનને એકતા કપૂરની અલ્ટ બાલાજી નિર્મિત વેબ સીરીઝમાં મહત્વ નો રોલ મળ્યો છે. ઉપરાંત આ સમગ્ર સીરીઝમાં સુત્રધારની ભૂમિકા પણ આ યુવાન જ ભજવશે.

પોરબંદરનો કેવલ દાસાણી નામનો યુવાન હાલમાં વિવિધ ચેનલો પર પ્રસારિત થતી સીરીયલમાં અભિનય કરી રહ્યો છે. હાલમાં સબ ટીવી પર આવતી તેનાલીરામા સીરીયલમાં તેનું મુઘલ સિરાજ નું પાત્ર ખાસ્સું લોકપ્રિય થયું છે.ત્યારે હવે તેને એકતા કપૂર ની અલ્ટ બાલાજી નિર્મિત મેડીકલી યોર્સ વેબ સીરીઝ માં સમાંતર મુખ્ય ભૂમિકા ભજવવાની તક મળી છે.

ઉપરાંત આ શો માં તે સુત્રધાર ની ભૂમિકા પણ ભજવશે મેડીકલી યોર્સ એ મેડીકલ નો અભ્યાસ કરવા આવતા યુવાનો ની વાત છે નાના શહેરો માંથી કલકતા તબીબી અભ્યાસ માટે આવતા આ તબીબી વિદ્યાર્થીઓ ની હોસ્ટેલ લાઈફ્ અને કોલેજ લાઈફ્ પર જ સંપૂર્ણ આધારિત છે અલગ અલગ શહેર ના યુવાનો ની વાત છે જેમાં કેવલ નું પત્ર રસપ્રદ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post એકતા કપુરની વેબ સીરિઝમાં પોરબંદરનો યુવાન ઝળક્યો, સુત્રધારની મુખ્ય ભૂમિકા ભજવશે appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/porbandars-youth-will-shine-in-ekta-kapoors-web-series/
via Best Gujarati News