શાહિદ કપૂરની ‘કબીર સિંહ’નું ટીઝર થયું રિલીઝ, એગ્રેસિવ-સનકી પાત્રમાં કર્યો જોરદાર અભિનય
શાહિદ કપૂરના ફેન્સ માટે એક સારા સામાચાર છે. શાહિદ કપૂરની અપકમિંગ ફિલ્મ ‘કબીર સિંહ’નું ટીઝર રિલીઝ થયું છે. કબીર સિંહ 2017માં આવેલ તેલુગૂ બ્લોકબસ્ટર ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’નું ઓફિશિયલ રીમેક છે. અર્જુન રેડ્ડીમાં વિજય દેવેરકોંડા અને શાલિની પાંડે લીડ રોલમાં હતા. આ ફિલ્મનું નિર્દેશન સંદીપ વાંગાએ કર્યું હતું. ત્યારે હવે ફિલ્મના હિન્દી વર્જન ‘કબીર સિંહ’નું નિર્દેશન પણ સંદીપ વાંગાએ જ કર્યું છે.
ફિલ્મના ટીઝરમાં અભિનેતા શાહિદ કપૂર એગ્રેસિવ મોડમાં દેખાઈ રહ્યો છે. ‘કબીર સિંહ’ ફિલ્મમાં શાહિદ કપૂરે વિજય દેવેરકોન્ડાના એટિટ્યૂડ અને સ્વેગને સંપૂર્ણ રીતે પકડી લીધો છે. ટીઝરનું બેકગ્રોઉન્ડ સ્કોર જોરદાર છે. કબીર સિંહમાં શાહિદ કપૂરના અપોઝિટ કિયારા અડવાણી છે.
ફિલ્મના ટીઝરમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણી વચ્ચે જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. રિપોર્ટ મુજબ આ ફિલ્મ આ વર્ષની 21મી જૂને રિલીઝ થશે. ફિલ્મના ટીઝરને લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મમાં કબીર સિંહનું પાત્ર એક ડોક્ટરનું છે જે ખુબજ સનકી અને અડિયલ છે. આ સાથે કબીર સિંહ એક પાગલ પ્રેમી અને વિદ્રોહી પણ છે. કબીર સિંહને દારુ અને ડ્રગ એડિક્ટેડ પણ બતાવ્યો છે. અર્જુન રેડ્ડીને સાઉથમાં દર્શકોનો જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો. ત્યારે હવે ફિલ્મની કાસ્ટ અને ટીમને આશા છે કે ફિલ્મના હિન્દી વર્જનને પણ લોકોનો એટલો જ વધુ પ્રેમ મળે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શાહિદ કપૂરની ‘કબીર સિંહ’નું ટીઝર થયું રિલીઝ, એગ્રેસિવ-સનકી પાત્રમાં કર્યો જોરદાર અભિનય appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/shahid-kapoors-kabir-singh-film-teaser-release-today/
via Best Gujarati News
0 Comments