‘ઉરી:ધ સર્જિકલ સ્ટ્રાઇક’ના આ એક્ટરનું થયું દુખદ અવસાન, ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં
વર્ષ 2018ની સુપરહિટ ફિલ્મ ‘ઉરી:ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં હોમ મિનિસ્ટરની ભૂમિકા ભજવનાર એક્ટર નવતેજ હુંડલનું સોમવારે દુખદ નિધન થયું છે. નવતેજ હુંડલ ટીવી એક્ટ્રેસ અવંતિકા હુંડલના પિતા છે. તેમની દીકરી સીરિયલ ‘યે હૈ મોહબ્બતેં’માં મિહિકાનો રોલ ભજવે છે.
સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિયેશન સિંટા(CINTAA)એ તેના ટ્વિટર હેન્ડલ પર નવતેજ હુંડલના નિધનની માહિતી આપી છે. આ સમાચારથી સંપૂર્ણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં છે. રિપોર્ટ મુજબ નવતેજ હુંડલની અંતિમવિધિ મુંબઈ ખાતે ઓશીવારા ક્રિમેટોરિયમ, રિલીફ રોડ, પ્રકાશ નગર દડેનેશ્વરનગર જોગ્શ્વેરી(પશ્ચિમ)માં 8મી એપ્રિલે સવારે થયું.
#CINTAA expresses it’s deepest condolence on the demise of Shri Navtej Hundal.
May his soul Rest in Peace
The cremation is at Oshiwara Crematorium, Relief Rd, Prakash Nagar, Dnyaneshwar Nagar, Jogeshwari (W) at 11 am.@sushant_says @amitbehl1 @SuneelSinha @ayubnasirkhan pic.twitter.com/00kmfEUrML— CINTAA_Official (@CintaaOfficial) April 8, 2019
નવતેજ હુંડલે ‘ખલનાયક’ અને ‘તેરે મેરે સપને’ જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. નવતેજ હુંડલે સંજય દત્ત સાથેની ‘ખલનાયક’ ફિલ્મની એક તસવીર પણ તેમના સોશિયલ મિડીયા એકાઉન્ટ પર થોડા દિવસ પહેલા શેર કરી હતી. નવતેજ હુંડલની બે દીકરીઓ છે. નવતેજ હુંડલે છેલ્લે 2018ની બ્લોક બસ્ટર ફિલ્મ ઉરીમાં કામ કર્યું હતું. જેમાં તેમને હોમ મિનિસ્ટરની ભૂમિકા ભજવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ‘ઉરી:ધ સર્જિકલ સ્ટ્રાઇક’ના આ એક્ટરનું થયું દુખદ અવસાન, ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/uri-actor-and-tv-actress-avantika-hundal-father-passed-away/
via Best Gujarati News

0 Comments