ટીવી પરની લોકપ્રિય સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હાલમાં ફરી એક વખત દયાના પાત્રને લઇને ચર્ચામાં છે. થોડા સમય પહેલા દયાબેનનો રોલ પ્લે કરનાર અભિનેત્રી દિશા વાકાણીને રીપ્લેસ કરવાની વાતો સામે આવી હતી. બાદમાં આ સીરીયલના નિર્માતાએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું કે તેઓ દયાના પાત્ર માટે યોગ્ય અભિનેત્રીની શોધમાં છે.

દયાબેનનો રોલ પ્લે કરનાર અભિનેત્રી દિશા વાકાણી ઘણા સમયથી સીરીયલથી દૂર છે અને તે પરત ક્યારે ફરશે તે અંગે પણ કોઇ માહિતી નથી. દિશા વાકાણીએ નવેમ્બર 2017માં બેબી ગર્લને જન્મ આપ્યો હતો અને ત્યારથી તે મેટરનિટી લીવ પર છે. એવામાં હવે દર્શકોના મનમાં પ્રશ્ન છે કે આખરે કોણ દયાનું સ્થાન લેશે. આવો એક નજર કરીએ એ ત્રણ અભિનેત્રીઓ પર જે દયાના પાત્રમાં યોગ્ય બેસે છે અને તે દયાનું સ્થાન લે તેવી શક્યતાઓ વ્યકત થઇ રહી છે.

શિલ્પા શિંદે :

દયાબેનના પાત્ર માટે લોકોના મનમાં સૌથી પહેલું નામ આવે છે શિલ્પા શિંદેનું. બિગ બોસ સિઝન-11 દ્વારા ઘરે ઘરે ઓળખ ઉભી કરનાર શિલ્પા ઘણી સીરિયલ્સ કરી ચૂકી છે. પરંતુ શિલ્પા શિંદેને ‘ભાભીજી ઘર પર હૈ’માં અંગુરી ભાભીના રોલ દ્વારા ઓળખ મળી.

સુમોના ચક્રવર્તી :

ધ કપિલ શર્મા શો માં ભૂરીનો રોલ અદા કરનાર એક્ટ્રેસ સુમોના ચક્રવર્તી પણ દયાબેનનો રોલ આસાનીથી અદા કરી શકે તેમ છે. સુમોનાને ટીવી પર કપિલ શર્માના શો માં તેમની પત્નીનો રોલ અદા કરવાના કારણે ઘણી પ્રસિદ્ધી મળી ચુકી છે.

સુગંધા મિશ્રા :

કપિલ શર્મા શોની કોમેડિયન સુગંધા મિશ્રા પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દયાબેનનો રોલ કરી શકે છે. સુગંધાને ટીવી પર કપિલ શર્માના શો માં ટીચરના રોલના કારણે ઘણી પ્રસિદ્ધી મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આ ત્રણ અભિનેત્રીઓ પૈકી એક બની શકે છે “તારક મહેતા….”ની “દયા” appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/tarak-mehta-ka-ooltah-chashmah-these-famous-tv-actress-can-play-dayaben-role-very-easily/
via Best Gujarati News