સંજય દત્ત અને સલમાન ખાન વિશે વરુણ ધવને કર્યો આ ખુલાસો, કહ્યું-‘બન્ને વચ્ચે…’
સંજય દત્ત અને સલમાન ખાન ઘણા લાંબા સમયથી એક-બીજાના સારા મિત્ર રહ્યાં છે. પરંતુ આ બન્ને બોલિવૂડ એક્ટર્સ વચ્ચે એક ક્વોલિટી કોમન છે. જેના વિશે ‘કલંક’ એક્ટર વરૂણ ધવને તાજેતરમાં ખુલાસો કર્યો છે.
રિપોર્ટ મુજબ વરુણ ધવન હાલ તેની આવનારી ફિલ્મ ‘કલંક’ના પ્રમોશનમાં વ્યક્ત છે. આ દરમિયાને તેને સંજય દત્ત સાથે કામ કરવાના અનુભવ વિશે પૂછવામાં આવ્યું. ત્યારે જવાબ આપતા વરુણ ધવને સંજય દત્તની ઘણી તારીફ કરી અને કહ્યું કે,‘સંજય દત્ત એવા એક્ટર્સમાંથી છે જે શોટ દરમિયાન તેમના કો-સ્ટારને વધુ સારુ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.’ વરુણ વધુ ઉમેરતા કહ્યું કે બોલિવૂડના દબંગ સ્ટાર સલમાન ખાનમાં પણ આ જ વિશેષતા છે. તેને કહ્યું કે,‘સંજય સર સાથે કામ કરવું ઘણું સરળ રહ્યું કારણ કે જ્યારે હું તેમની સાથે કામ કરતો હતો ત્યારે તેઓ ઈચ્છતા હતા કે હું તેમનાથી વધુ સારું કરું. તેમની અંદર અસુરક્ષાની ભાવના નહોતી.’
વરુણે કહ્યું કે,‘સંજૂ સર હંમેશા ઈચ્છે છે કે તેમના કો-સ્ટાર તેમનાથી વધુ સારું પ્રદર્શન કરે અને ઘણી ઓછી વાર આવું બને કે તમે એવા કોઈ એક્ટર સાથે કામ કરો છો. આવી જ રીતે સલમાન ભાઈ પણ એવા જ સ્ટાર્સ છે જે તેમની લાઇન્સ કો-સ્ટાર્સને આપે છે.’ તમને જણાવી દઈએ કે વરુણ ધવનની ફિલ્મ ‘કલંક’ 17મી એપ્રિલે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે સંજય દત્ત, માધુરી દીક્ષિત, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા અને આદિત્ય રોય કપૂર મુખ્ય ભૂમિકામાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સંજય દત્ત અને સલમાન ખાન વિશે વરુણ ધવને કર્યો આ ખુલાસો, કહ્યું-‘બન્ને વચ્ચે…’ appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/varun-dhawan-sanjay-dutt-salman-khan-quality-kalank-madhuri-dixit-alia-butt-bollywood-entertainment/
via Best Gujarati News

0 Comments