ફિલ્મ બાહુબલી સિરીઝની બે ફિલ્મોની સફળતા બાદ ઘરે ઘરે જાણીતો બની ગયેલો અભિનેતા પ્રભાસ હવે પ્રશંસકોની વિનંતીને માન આપી ટૂંક સમયમાં ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કરવાનો છે. સોશિયલ વેબ પેજ ફેસબુક પર પ્રભાસ કોઈપણ વાત અપલોડ કરે તે આગની જેમ ફેલાઈ જઈને ગણતરીની મિનિટોમાં વાઇરલ થઈ જાય છે. ફેસબુક પર પોતાનો દબદબો બનાવ્યા બાદ પ્રભાસ હવે પ્રશંસકોની વિનંતીને ધ્યાનમાં રાખીને સોશિયલ ફોટોશેરિંગ વેબસાઇટ ઇન્સ્ટાગ્રામની દુનિયામાં એન્ટ્રી કરવાનો છે. પ્રભાસ અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ સાહો પોસ્ટ પ્રોડક્શન સ્ટેજ પર છે. આ ફિલ્મની તેના પ્રશંસકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પ્રશંસકોની વિનંતીની આગળ નતમસ્તક પ્રભાસ : ઇન્સ્ટાગ્રામ પર એન્ટ્રી કરશે appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/fans-request-ahead/
via Best Gujarati News