ભારતમાં વોટ્સએપને ઘણી પસંદ કરવામાં આવે છે. પરંતુ ફેસબુકને તેના જ આ મેસેજિંગ એપ્લિકેશનને કારણે ભારે નુકસાન થઇ રહ્યું છે. હવે ભારતીયોના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની તુલનામાં વોટ્સએપ પર વધુ સમય પસાર કરવાની શક્યતા છે. જેથી અમેરિકન કંપની ફેસબુકને વિશ્વની સૌથી મોટા માર્કેટમાં વોટ્સએપથી પડકાર મળી રહ્યો છે.

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા જાહેર પ્લેટફોર્મને જોખમ:

ફેસબુકના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝુકરબર્ગને કોન્ફરન્સ કોલમાં જ્યારે પૂછવામાં આવ્યું હતું કે Whatsapp જેવા કોઈ ખાનગી સોશિયલ મીડિયા પ્લેટફોર્મથીફેસબુક અને Instagram જેવા જાહેર પ્લેટફોર્મને જોખમ હોઈ શકે છે. પછી તેઓએ આ વાત માની હતી. ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, “ભારત જેવા દેશોમાં સોશિયલ મીડિયા સાઇટ્સને ખાનગી પ્લેટફોર્મ્સથી સખત સ્પર્ધા મળી રહી છે. જો કે, વિશ્વના પેટર્ન સાથે તે દર્શાવે છે કે લોકો ખાનગી અને જાહેર બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરવા માંગે છે. હું માનું છું કે આ ખાનગી સોશિયલ પ્લેટફોર્મને મજબૂત બનાવવાથી મોટી તક મળશે.”

Whatsappમાંથી હજુ સુધી કંપનીને કોઇ નફો મળ્યો નથી:

આશરે પાંચ વર્ષ પહેલાં ફેસબુકએ 19 અબજ ડોલરમાં Whatsapp ખરીદ્યું હતું અને તેણે હજી સુધી નફો કર્યો નથી. ભારતમાં અંદાજે 40 મિલિયન વપરાશકર્તાઓ Whatsapp પર છે. કોમ્યુનિકેશન્સ કન્સલ્ટન્ટ અને ઓગિલ્વીના ભૂતપૂર્વ વડા કાર્તિક શ્રીનિવાસે જણાવ્યું હતું કે, “વોટ્સએપનો ઉપયોગ અને વપરાશકર્તાઓની સંડોવણી ખૂબ ઊંચી છે, પરંતુ મને ખબર નથી કે આમાંથી આવક કેવી રીતે મેળવી શકાય છે. ફેસબુકનું આકર્ષણ પહેલા જેવું નથી રહ્યું, પરંતુ તે હજુ પણ સૌથી મોટું સોશિયલ મીડિયા નેટવર્ક છે.

ફેસબુકને આવકનો મોટો ભાગ ન્યૂઝ ફીડથી મળે છે:

માર્કેટ રીસર્ચ પોર્ટલ સ્ટેટિસ્ટિક્સ મુજબ આ વર્ષે જાન્યુઆરીમાં ફેસબુકમાં લગભગ 30 મિલિયન વપરાશકર્તાઓ હતા. 2017 ના અંતે આ આંકડો આશરે 25 મિલિયન વપરાશકર્તાઓનો હતો. ફેસબુક હવે સમાચાર ફીડ્સથી તેની આવકનો મોટો હિસ્સો મેળવે છે. ડિજિટલ ઉદ્યોગના વિશ્લેષકો માને છે કે ભારતમાં વોટ્સએપની લોકપ્રિયતા એ લોકો સાથે જોડાયેલી છે જેઓ નાના શહેરોમાં પહેલીવાર ઓનલાઇન આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પોતાના વોટ્સએપથી ફેસબુકને ભારતમાં જોખમ! કારણ જાણી રહેશો દંગ appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/whatsapp-is-giving-though-fight-to-facebook-in-india/
via Best Gujarati News