સસ્તામાં વિદેશ ફરવા જવાની લાયમાં ક્યાંક છેતરાઇ ના જતા, ચેતવણીરૂપ કિસ્સો આવ્યો સામે!
મોરિશિયસમાં યોગા ડે મનાવવા બાળકોને ટૂર કરાવવાનું કહી ગઠીયાએ રૂ.૧૨.૬૦ લાખની ઠગાઈ આચરી છે. રસધ્વની ટ્રસ્ટ અને સ્પેટ સ્કુલના મહિલા સંચાલકોને મોરિશિયસની ફ્રી ટૂર કરાવી ગઠિયાએ પહેલા વિશ્વાસ કેળવ્યો હતો. તે પછી રસધ્વનિ ડાન્સ કલાસ અને મધર સ્પેટ સ્કુલના સંચાલકો પાસેથી ૪૫ વિદ્યાર્થીઓ અને ૧૦ વાલીઓને મોરિશિયસ લઈ જવાના નામે રૂ.૧૨.૬૦ લાખની રકમ એડવાન્સ લીધી હતી. ટૂરનું આયોજન ન થતાં ડાન્સ કલાસની સંચાલકે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુરુવારે રાત્રે ફરિયાદ નોંધાવી છે.
સેટેલાઈટમાં પૃથ્વી ટાવરમાં રહેતાં ઉમા યશેષ અનંતાણી (ઉં,૬૯) તેમના ઘરેથી રસધ્વની ટ્રસ્ટમાં ડાન્સ અને નૃત્ય શીખવવાની પ્રવૃત્તિ કરે છે. ગત તા.૧૬-૬-૨૦૧૮ના રોજ ઉમાબહેનની ટ્રસ્ટની ઓફીસમાં કનુ પટેલે ફોન કરી ક્રુતગમા પ્રોડેકશન ડાયરેક્ટર અને ઓથોરાઈઝ સિગ્નેચર પર્સન તરીકે ઓળખ આપી હતી. અમે બાળકોને સાંસ્કૃતિ કાર્યક્રમ માટે વિદેશ લઈ જઈએ છીએ તેમ જણાવ્યું હતું.
આ બાબતે ઉમાબહેને સરદાર પટેલમાં મધર સ્પેટ સ્કૂલ ચલાવતાં રીટાબહેન રાજન મહેતાને વાત કરી હતી. બે દિવસ બાદ તેઓ કનુ પટેલને કાફે કોફી ડેમાં મળ્યા હતા. મોરિશિયસમાં લોકો યોગા ડે મનાવે જેથી તેમા બાળકોને મોકલવા હોય તો ફક્ત ડિપોઝિટ આપવી પડશે તેમ કનુએ જણાવ્યું હતું. બાળકના રૂ.૧૮,૦૦૦ અને વાલીના ૪૫,૦૦૦ ડિપોઝિટ નક્કી કરી હતી.
આ રીતે ટ્રસ્ટમાંથી ૧૫ અને સ્કુલમાંથી ૩૦ બાળકો તેમજ ૧૦ વાલીઓ મોરેશિયલ જવા તૈયાર થયા હતા. ગત તા.૭-૭-૨૦૧૮ના રોજ કનુ પટેલે ઉમાબહેન અને રીટાબહેનને મોરિશિયસની ત્રણ દિવસની ફ્રી ટૂર પર લઈ જઈ તેમનો વિશ્વાસ જીત્યો હતો. ૨૧-૭-૨૦૧૮ના રોજ ટૂરમાં બાળકો અને વાલીઓને લઈ જવાનું નક્કી થયું જે મૂજબ રીટાબહેન રૂ.૧૨.૬૦ લાખની રકમ કનુ પટેલને આરટીજીએસ અને ચેકથી ચૂકવી દીધી હતી. જો કે, તે પછી ટૂર પર કનુ પટેલ લઈ ગયો ન હતો. ટૂર પેટે આપેલી રકમ પરત આપવા માટે ચેક આપ્યા તે પણ રિટર્ન થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સસ્તામાં વિદેશ ફરવા જવાની લાયમાં ક્યાંક છેતરાઇ ના જતા, ચેતવણીરૂપ કિસ્સો આવ્યો સામે! appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/mauritius-yoga-day-celebration-12-60-lakh-cheating-to-be-taken-to-convince/
via Best Gujarati News
0 Comments