આકરી ગરમી વચ્ચે લીલા શાકભાજીના ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓનાં બજેટ ખોરવાઈ ગયાં છે. સામાન્ય દિવસોમાં રૂપિયા ૪૦માં કિલો મળતાં શાકભાજીના ભાવ કિલોએ ૧૨૦ રૂપિયે પહોંચી જતાં થાળીમાં કાપ મૂકવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

વેપારીઓ કહી રહ્યા છે કે, અસહ્ય ગરમીના કારણે શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતાં સ્થિતિ સર્જાઈ છે અને ઉનાળા સુધી હજુ ભાવ ઘટવાની કોઈ શક્યતા જણાતી નથી. લીલા શાકભાજીમાં થયેલો કમર તોડ ભાવ વધારો ગૃહિણીઓને અકળાવી રહ્યો છે.

ઉનાળાના પ્રારંભે જ શાકભાજીના ભાવરૃા. ૧ર૦ ને આંબી ગયા છે. શાકભાજી ના વિક્રેતાના જણાવ્યા પ્રમાણે હાલમાં ઉનાળાની ગરમી પડી રહી છે. જેના કારણે શાકભાજીની આવક ઓછી થઈ ગઈ છે. માલની આવક ઓછી થઈ જતા ભાવમાં એકાએક વધારો થઈ ગયો છે.

સામાન્ય દિવસોમાં શાકભાજી ૪૦ રૃા. ના કિલોના ભાવે મળતા હતા તે વધીને રૂ.૧૨૦ની આસપાસ થઈ ગયા છે. જેમા પરવળ-વટાણા- ચોળી જેવા શાકના ભાવ રૂ.૧૦૦થી ૧ર૦ થઈ ગયા છે. જયારે ઉનાળામાં લીંબુનો વપરાશ વધારે રહેતો હોઈ તેના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહયો છે. લીંબુના ભાવ પણ ૧ કિલોના રૂ.૧ર૦ ને આંબી ગયા છે. તેવી જ રીતે મરચા અને આદુનો ભાવ પણ ૧ કિલોના રૂ.૧ર૦ પહોંચી ગયો છે. મોંઘવારીમાં પીસાતી પ્રજાને શાકભાજીનો ભાવ વધારો પડવા પર પાટુની કહેવતને સાર્થક કરી રહયો છે.

ડુંગળી-બટાકાનો ભાવ યથાવત્રહેતાં લોકોને આંશિક રાહત

આ બધા ભાવ વધારા વચ્ચે ગરીબોની કસ્તુરી એવી ડુંગળી અને  બટાકાનો ભાવ યથાવત રહેતા લોકોને આંશિક હદે રાહત છે. હોટેલોમાં મોટાભાગે ડુંગળી અને બટાકાનું શાક જ પીરસવામાં આવsતું હોવાની પણ ફરિયાદો ઊઠી રહીં છે.

ગુજરાતી ડાઈનિંગ હોલમાંરૂ.૩૦૦ વસૂલી ઊઘાડી લૂંટ

શહેરની હોટેલો-રેસ્ટોરન્ટોમાં થાળીમાંથી લીલા શાકભાજી જ ગાયબ કરી દેવામાં આવ્યાં છે અને મનફાવે તેટલા ભાવ વસૂલી રહ્યા છે. ગુજરાતી જમવાનું પિરસતા ડાઈનિંગ હોલ થાળીના ૩૦૦થી ૪૦૦ રૂપિયા વસૂલી રહ્યા છે જેના બદલામાં લીલા શાકભાજીનો છેદ ઉડાડી રહ્યા છે અને ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.

શાકભાજીના ભાવ કિલોમાં 

મરચા  ૧૨૦ કિલો

પરવળ ૧૩૦ કિલો

વટાણા ૧૩૦ રૂ. કિલો

ચોળી   ૧૨૦ રૂ. કિલો

લીંબુ   ૧૨૦ રૂ. કિલો

આદુ    ૧૨૦ રૂ. કિલો

ગવાર  ૯૫ રૂ. કિલો

ભીંડા   ૮૫ રૂ. કિલો

કારેલા  ૬૦ રૂ. કિલો

ડુંગળી  ૨૦ રૂ. કિલો

બટાકા  ૨૦ રૂ. કિલો

ટામેટા  ૩૦ રૂ.કિલો

ફુલાવર ૫૦ રૂ. કિલો

દૂધી    ૩૫ રૂ. કિલો

કાકડી  ૫૦ રૂ.કિલો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનાં બજેટ ખોરવાયાં, જાણો કંઇ વસ્તુનો કેટલો છે ભાવ! appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/gujarat-in-vegetable-price-increase-housewives-budget-scrapped/
via Best Gujarati News