મ્યુનિ.કોર્પોરેશનના ફાયર બ્રિગેડ ખાતાએ પ્રહલાદનગર અને એસજી હાઇવે ઉપર બહુમાળી ઇમારતોમાં ફાયર સેફ્ટી અંગે તપાસ કરી હતી તો શહેરના એસજી હાઇવેની રમાડા હોટેલની પોલ ખૂલી ગઇ હતી. રમાડા હોટેલમાં મહેમાનોના જીવના જોખમે કમાણી કરી રહી છે

કેમ કે, અહીં ફાયર સેફ્ટી માટે ફાયર સિસ્ટમ કાર્યરત જ નથી. ફાયર એલાર્મ વાગતુ નથી. ફાયરના તમામ સાધનો કાર્યરત નથી. મ્યુનિ.એ તાકીદે રમાડા હોટેલના મેનેજમેન્ટને ઠપકો આપી નોટિસ આપવાની તૈયારીઓ શરૂ કરી છે.

મ્યુનિ.એ પ્રહલાદનગર અને એસજી હાઇવેની પાંચ બહુમાળી ઇમારતોમાં ચકાસણી કરી હતી જેમાં મ્યુનિ.એ ૧. હોલિડે ઇન એક્સપ્રેસ હોટેલ, ૨. રમાડા હોટેલ, ૩. સંગાથ-૫, ૪. ક્રાઉન પ્લાઝા અને ૫. સપથ-૪માં ચકાસણી કરી હતી જેમાં હોલિડે ઇન એક્સ્પ્રેસ હોટેલ, રમાડા હોટેલ તથા સંગાથ કોર્મિશયલ બિલ્ડિંગમાં ફાયરના નિયમો નેવે મૂકાયા હોવાની વિગતો સામે આવી હતી.

સૌથી આૃર્યજનક સ્થિતિ એસજી હાઇવેની રમાડા હોટેલની હતી. અહીં મ્યુનિ.ના અધિકારીઓએ ચકાસણી હાથ ધરી હતી જેમાં તેમણે રમાડા હોટેલના ફાયર એલાર્મની ચકાસણી કરી હતી તો ફાયર એલાર્મ કાર્યરત હતુ નહીં એટલે કે, જો આ હોટેલમાં રાતે આગ લાગે તો તમામ મહેમાનોને તેની સુચના પહોંચાડવા માટે ફાયર એલાર્મ કાર્યરત હતુ નહીં પછી તેમણે તબક્કાવાર તમામ ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટની ચકાસણી હાથ ધરી હતી તો તમામ ઇક્વિપમેન્ટ બંધ હાલતમાં હતા. ફાયરના તમામ સાધનો કાર્યરત હતા નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અ’વાદની નામાંકિત રમાડા હોટલની AMCએ ખોલી નાંખી પોલ, મબલક કમાણી પણ…! appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/ramada-hotel-opened-the-pool-the-salable-earnings-also-stopped-the-fire-system/
via Best Gujarati News