ડીસા તાલુકા યુવા ભાજપના મંત્રીએ યુવતીના બિભત્સ ફોટા વાઇરલ કર્યા
। ડીસા ।
ડીસા તાલુકાના યુવા ભાજપના મંત્રીએ અગાઉ એક યુવતીને નોકરીની લાલચ આપી તેને એકાંત વાળી જગ્યાએ લઈ ગયો હતો. તેની સાથે બળજબરીથી ફોટા પાડી ફોટા વાયરલ કરતાં ચકચાર મચી ગઈ છે. યુવતીએ દક્ષિણ પોલીસ મથકે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામના ડે.સરપંચ અને ડીસા તાલુકા યુવા ભાજપના મંત્રી મહેશ સોમાજી માળી તાજેતરમાં ડીસાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સુપરવાઈઝર તરીકે જતાં એક યુવતીનો સંપર્ક થયો હતો.તેને આ યુવતીને સારી નોકરી આપવાની લાલચ આપી યુવતીને ડીસા હાઈવે પર આવેલી ડીસટન્ટ હોટલ તરફની એકાંત વાળી જગ્યામાં લઈ ગયો હતો. જ્યાં બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો હતો.તે દરમિયાન તેને પોતાના મોબાઈલમાં ચુંબન કરતાં ફોટા પણ પાડી લીધા હતા.બાદમાં મહેશ માળીએ યુવતી સાથેના ફોટા સોશિયલ મીડીયામાં વાયરલ કરી યુવતીને બદનામ કરતા આ મામલે યુવતીએ મહેશ સોમાજી માળી વિરૂધ્ધ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે હાલ આ ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
ચૂંટણી સમયે ફરિયાદ મહેશમાળી ગેનાજી ગોળીયા ગામનો ડે.સરપંચ છે અને ભારતીય જનતા પાર્ટીનો તાલુકાનો યુવા ભાજ૫ મંત્રી પણ છે અને તેની સામે હાલમાં યુવતીએ ફરિયાદ કરતાં ચકચાર મચી ગઈ છે.હાલમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ભાજપના યુવા મંત્રી સામે ફરિયાદ નોંધાતાં ચકચાર મચી જવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ડીસા તાલુકા યુવા ભાજપના મંત્રીએ યુવતીના બિભત્સ ફોટા વાઇરલ કર્યા appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/deesa-taluka-youth-bjp-m/
via Best Gujarati News
0 Comments