૩૮,૭૭૦ પાર થતાં વધુ ભારે ફ્રેશ લેવાલી નીકળશે
ચાર્ટ કોરિડોર : ધર્મેશ ભટ્ટ
બી.એસ.ઈ. ઈન્ડેક્સ (૩૮,૬૭૩) : મિત્રો, બી.એસ.ઈ. ઈન્ડેક્સ ગત્ સંપૂર્ણ સપ્તાહમાં તેના આગલા સાપ્તાહિક બંધ ૩૮,૧૬૫ સામે ગેપમાં નીચે તરફ ૩૮,૦૧૬ના મથાળે ખૂલ્યા બાદ ૩૭,૬૬૭ સુધી ઘટી નીચા મથાળેથી લેવાલી નીકળતાં સુધારા તરફી થઈ ઉપરમાં ૩૮,૭૪૮ની ઊંચી સપાટી સ્પર્શી અંતે ૩૮,૬૭૩ના મથાળે બંધ રહેલ છે. જે તેના આગલા સાપ્તાહિક બંધ ૩૮,૧૬૫ની સરખામણીમાં ૫૦૮ પોઈન્ટનો વધુ સંગીન સુધારો દર્શાવે છે. સપ્તાહ દરમિયાન દરેક ઘટાડે લેવાલી જોવાઈ હતી. બેન્કિંગ તથા ફાઈનાન્સ શેરોમાં સુધારો તીવ્ર બન્યો હતો. એકંદરે આંતરપ્રવાહો મજબૂત જણાય છે.
હવે ચાર્ટની દૃષ્ટિએ ઈન્ડેક્સની ઓવરઓલ ચાલ વિચારીએ તો… ૩૦,૦૦૦ના સ્ટોપલોસથી રોકાણ કરવું અથવા જાળવવું. ઉપરમાં વધઘટે ૪૩,૮૦૦નો આંક આવશે.
હવે આગામી સપ્તાહ અંગે ઈન્ડેક્સની ચાલ વિચારીએ તો… ૩૮,૪૭૬-૩૮,૪૪૮ નજીકનો તથા ૩૮,૩૭૫-૩૮,૩૨૬ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૩૮,૧૪૮નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૮,૭૭૦ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. જે પાર થતાં ૩૮,૯૫૧નો આરંભિક સુધારો જોવાશે. ૩૮,૯૫૧ ઉપર બંધ આવતાં સુધારો ઉપરના મથાળે ટકી આગળ વધશે અને ૩૯,૧૭૮-૩૯,૨૪૪, ૩૯,૪૬૯ તથા ૩૯,૫૫૬-૩૯,૬૩૯નો વધુ સુધારો જોવાશે.
નિફ્ટી એપ્રિલ ફ્યૂચર (૧૧,૬૮૦) : ૧૧,૫૯૬-૧૧,૫૬૯ નજીકનો તથા ૧૧,૫૨૮-૧૧,૫૧૪ના મહત્ત્વના ટેકાને ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧૧,૪૨૧નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧૧,૭૫૬ તથા તે પાર થતાં ૧૧,૭૬૯, ૧૧,૭૯૬ તથા ૧૧,૮૩૧-૧૧,૮૫૫નો આરંભિક સુધારો જોવાશે. સાનુકૂળ સંજોગોમાં ૧૧,૮૫૫ ઉપર બંધ આવતાં વધુ ફ્રેશ લેવાલી થકી ૧૨,૦૨૫નો વધુ સુધારો જોવાશે.
બેન્ક નિફ્ટી એપ્રિલ ફ્યૂચર (૩૦,૫૨૬) : ૩૦,૩૪૮-૩૦,૨૭૫ નજીકનો તથા ૩૦,૧૨૦-૩૦,૦૬૦ના મહત્ત્વના ટેકાને ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૨૯,૭૮૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૦,૬૩૦ તથા ૩૦,૭૭૦-૩૦,૮૧૨નો આરંભિક સુધારો જોવાશે. ૩૦,૮૧૨ ઉપર બંધ આવતાં વધુ ફ્રેશ લેવાલી થકી ૩૧,૦૭૫ તથા ૩૧,૨૯૭નો વધુ સુધારો જોવાશે.
એક્સિસ બેન્ક (૭૭૬) : ૭૬૫ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૭૫૭નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૭૯૯-૮૦૩ તથા તે બાદ ૮૧૭નો સુધારો જોવાશે.
આરબીએલ બેન્ક (૬૮૧) : ૬૭૫ તથા ૬૫૮ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૬૫૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૬૯૨ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. જે પાર થતાં ૭૧૫-૭૨૦નો આરંભિક સુધારો જોવાશે. ૭૨૦ ઉપર બંધ આવતાં ૮૦૦નો ધરખમ સુધારો જોવાશે.
ડીસીબી બેન્ક (૨૦૪) : ૨૦૦ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧૯૩નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨૧૧/૫૦, ૨૧૭ તથા તે બાદ ૨૨૫નો ઝડપી સુધારો જોવાશે.
કેટીકે બેન્ક (૧૩૩) : ૧૨૯ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧૨૪નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧૩૮ તથા ૧૪૭નો સુધારો જોવાશે.
એચડીએફસી બેન્ક (૨,૩૧૬) : ૨,૨૮૦ના ઘટાડે લેવાલી જોવાશે. જેનો સ્ટોપલોસ લેણમાં રાખવો. ઉપરમાં ૨,૬૨૭ પાર થતાં ૨,૬૫૬, ૨,૩૭૪ તથા તે બાદ ૨,૪૩૩નો સુધારો જોવાશે.
એલઆઈસી હાઉસિંગ (૫૩૩) : ૫૨૦ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૫૨૧નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૫૫૭નો સુધારો જોવાશે.
કેનફિન હોમ્સ (૩૪૮) : ૩૪૧ તથા ૩૬૬ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૩૩૩નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૫૯ તથા ૩૭૪-૩૭૯નો વધુ સુધારો જોવાશે.
બજાજ ફાઈનાન્સ (૩,૦૨૫) : ૨,૯૮૫ તથા ૨,૯૬૭ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૨,૯૩૧નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩,૦૫૦, ૩૧,૦૪ તથા તે બાદ ૩,૧૯૨નો સુધારો જોવાશે.
મુથુટ ફાઈનાન્સ (૬૧૬) : ૬૧૧ તથા ૬૦૬ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૫૯૭નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૬૩૧ તથા ૬૪૮નો સુધારો જોવાશે.
સ્ટેટ બેન્ક (૩૨૧) : ૩૧૫ તથા ૩૦૯ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૩૦૪નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૨૮ તથા ૩૩૮નો સુધારો જોવાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ૩૮,૭૭૦ પાર થતાં વધુ ભારે ફ્રેશ લેવાલી નીકળશે appeared first on Sandesh.
from Business @ Sandesh – Sandesh http://sandesh.com/38770-cross-over-the-more-heavy/
via Best Gujarati News
0 Comments