સોશિયલ મીડિયાએ તૈમૂર ભૂખે મરી રહ્યો હોવાનું ટ્રોલ કર્યું?

સોશિયલ મીડિયાનું કામ છે, કોઈને ટ્રોલ કરવાનું. તૈમૂર સોશિયલ મીડિયાનો લાડકો છે. એની નાનામાં નાની વાત સોશિયલ મીડિયા ચગાવે છે. તો કોઈને ટ્રોલ કરવાની ઈચ્છા થાય તો એમ પણ કરે! જોકે મેં એનો જબરજસ્ત જવાબ પણ આપી દીધો છે.

એમ! શું જવાબ આપ્યો છે?

મેં લખ્યું છે, બટ વોહ બેચારા ભૂખા નહીં મરા હૈ, ઈનફેક્ટ આઈ થિન્ક કુછ ઝયાદા હી ખા રહા હૈ આજકલ! મોટા લગ રહા હૈ. તમને નથી લાગતું કે એ પ્રમાણમાં વધારે વેઈટ ગેઈન કરી રહ્યો છે?

ના ભાઈ ના! એ તો બેબી ફેટ છે. હોવી જ જોઈએને?

ઓકે. બીજી વાત કરીએ?

સારું! બીજી વાત કરીએ. અંગ્રેજી મિડિયમમાં હિરોઈન તું છે કે રાધિકા?

હજી સુધી કશી સ્પષ્ટતા નથી કરવામાં આવી. રાહ જુઓ તમને થોડા વખતમાં ખબર પડી જ જશે. એક વાત નક્કી છે કે એમાં હીરો ઈરફાન ખાન છે.

રાધિકા મદાને એક ફોટો ટ્વિટ કર્યો છે એમાં તને ટેગ કરી છે ને?

જો એમ થશે તો ઈરફાન ખાન સાથે મારી આ સૌથી પહેલી ફિલ્મ બનશે. થેન્ક ગોડ ઈરફાન ખાન કેન્સરથી મુક્ત થઈ ગયો છે. એની સાથે કામ કરવા મળશે તો મઝા આવશે.

સાંભળવા મળ્યું છે કે હોમી અડજાનિયા સાથે ઈરફાન ખાન ઉદયપુરમાં શૂટિંગ ચાલુ કરી દીધું છે?

હા, ગયા અઠવાડિયાથી શૂટિંગ ચાલુ થઈ ગયું હોવાનું મેં પણ સાંભળ્યું છે.

બરાબર દસ વર્ષ પછી અક્ષય કુમાર સાથે એક ફિલ્મ કરી રહી છે?

હા, અમે ગૂડ ન્યૂઝ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છીએ. કમબખ્ત ઈશ્ક ફિલ્મને દસ વર્ષ થઈ ગયા, પરંતુ અક્ષય કુમાર સાથે કામ કરતાં લાગતું નથી કે આટલો બધો સમય વીતી ગયો હોય!

અક્ષય કુમારે પણ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બેબો સાથે કામ કરતાં અમારા સંબંધો એકસરખા જ રહે છે. એ અને લોલો મને ચીઢવે છે કે હું અપાર નાણાં બનાવી રહ્યો છું. વાત સાચી છે?

હા, હું અને લોલો અમે બંને અક્ષયને ચીઢવતા રહીએ છીએ કે આટલા બધા પૈસા બનાવે છે તો યાર અમને પણ થોડીક લોન આપને! આટલા બધા રૂપિયા ક્યાં લઈ જઈશ? તો એ અમને સામે કહે છે, તમે લોકોએ બાન્દ્રાની દરેક બિલ્ડિંગમાં ફ્લેટ લઈ રાખ્યા છે એનું શું? અમારી વચ્ચે આવી મસ્તી ચાલ્યા કરે છે.

સાચું કહેજે, અક્ષય કુમાર સાથે તારી કેમિસ્ટ્રી કેવી છે?

અમારી દરેક ફિલ્મમાં પડદા ઉપર એ દેખાઈ જ જાય છે.

ગૂડ ન્યૂઝની સ્ટોરી શું છે?

અત્યારથી સ્ટોરી તો શી રીતે કહી શકું! એટલું કહીશ કે સરોગસી વિશેની ફિલ્મ છે. એમાં કિયારા અડવાની અને દલજિત દોસાંઝ પણ છે.

તૈમૂર પણ આ ફિલ્મમાં ચમકવાનો છે?

હા, કદાચ એકાદ સીનમાં એને પણ બતાવવામાં આવે. જોકે હજી કશું નક્કી નથી.

હમણાંથી સૈફ અલી ખાનની ફિલ્મો સારી ચાલતી નથી. એક પછી એક ફિલ્મ ફ્લોપ જતી હોય ત્યારે એની કરિયર વિશે ચિંતા થાય ખરી?

અમારી લાઈન એવી છે કે ભલભલા સુપરસ્ટારની પણ સળંગ ફિલ્મો નિષ્ફળ જાય. બધા જ સ્ટાર આ વાત જાણે છે. બધા જ એનો જાત અનુભવ કરી ચૂક્યા છે. એટલે અમે એ વિશે ચિંતા કરવાને બદલે કામમાં વધારે મહેનત કરવા લાગીએ છીએ.

તૈમૂરને ટ્રોલ કરવામાં આવ્યો એ વિશે સૈફ શું માને છે?

એ વિશે મારે વાત નથી થઈ. એ વિશે તો તમારે સૈફને જ પૂછવું જોઈએ. એ જ તમને સાચો જવાબ આપી શકશે.

તું અને સૈફ વીઆઈપી બેગ્સના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છો?

હા, વાત સાચી છે. ચાલો, બાય બાય…!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post તૈમૂર આજકલ કુછ ઝયાદા હી ખા રહા હૈ! appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/taimur-ajal-kuch-zayda-hi-kha/
via Best Gujarati News