સાયના નહેવાલની બાયોપિકની તૈયારીઓ શ્રદ્ધા કપૂર જોરશોરથી કરી રહી હતી. શ્રદ્ધાના કહેવા પ્રમાણે આ તેનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. સાયના નહેવાલની બાયોપિકનો શ્રદ્ધાનો લૂક પણ જાહેર કરી દેવામાં આવ્યો હતો. શ્રદ્ધા હુબહુ સાયના જેવી જ લાગતી હતી. પરંતુ કોણ જાણે કેમ ભરપૂર તૈયારીઓ બાદ શ્રદ્ધાની તબિયત ખરાબ હોવાનું બહાનુ આગળ ધરી તે આ ફિલ્મથી દુર થઇ ગઇ. અને હવે આ ફિલ્મમા પરિણિતી ચોપરાને લેવામાં આવી છે. હાલ પરિણિતી આ ફિલ્મ માટે કમર કસી રહી છે. પરિણિતીએ જણાવ્યુ હતુ કે અમોલ ગુપ્તે સર સાથે કામ કરવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. વળી બેડમિન્ટન સ્ટાર સાયનાનો રોલ કરવો એ તો ચેરી ઓન ધ કેક જેવી વાત થઇ ગઇ છે. હું ખૂબ ખુશ છું કે મને આ ફિલ્મ મળી ગઇ છે. પરિણિતી કહે છે કે તે વીઝયુઅલ લર્નર છે. તે હાલ સાયનાની બોડી લેંગ્વેજ શીખી રહી છે. અને કોર્ટની બહાર તેમજ કોર્ટની અંદર સાયના કઇ રીતે રમે છે તે વિશે પણ જાણી રહી છે. પરિણિતીનું કહેવું છે કે હું સાયનાને જેટલી રમતા જોઇશ તેટલી જ તેના કેરેક્ટરમાં ઉંડી ઉતરી શકીશ. આ પહેલા શ્રદ્ધાના સાયનાના અવતારમાં જેટલા જેટલા ફોટા આવ્યા છે તે તમામમાં જાણે સાયના ખુદ રમતી હોય તેવું જ લાગતું હતુ. પરંતુ હવે શ્રદ્ધાની જગ્યાએ પરિણિતી કેટલો કમાલ કરી શકશે તે તો આગામી સમય જ જણાવી શકશે. હજી સુધી જો કે પરિણિતીનો સાયનાનો લૂક બહાર નથી આવ્યો તેથી સાયનાના ગેટઅપમાં તેની કલ્પના કરવી મુશ્કેલ છે. પરંતુ પરિણિતી આ કમાલ કરી શકશે તેવો અમોલ ગુપ્તેને વિશ્વાસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સાયના નહેવાલની બાયાપિકમાં શ્રદ્ધાની જગ્યાએ પરિણિતી   appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/sina-nabadal-bipayamikama/
via Best Gujarati News