ન્યાસા એરપોર્ટ પર જે લોન્ગ શર્ટ પહેરીને દેખાઈ એને ટ્રોલ કરવામાં આવી એમાં અજય દેવગને શું કરવા પડવું જોઈએ?

કેમ ન પડવું જોઈએ? યાર! એ મારી પુત્રી છે. અને જરા વિચાર તો કરો એ માત્ર ૧૪ વર્ષની છે. એ ક્યાંકથી આવી રહી છે અને એરપોર્ટ પર એને અનુકૂળ આવે એવું કશુંક પહેરીને ચાલી રહી છે. તો સોશિયલ મીડિયાને એમાં શો વાંધો હોવો જોઈએ. તમે ૧૪ વર્ષની છોકરી ૨૪ કલાક અપ-ટુ-ડેટ રહે એમ ચાહો છો?

એ અન્ય કોઈ છોકરી હોત તો કોઈ નોંધ પણ ન લેત. પરંતુ એ અજય દેવગન-કાજોલની દીકરી છે એટલે બધાનું ધ્યાન ખેંચાયું તો ખોટું શું છે?

એના માતા-પિતા સ્ટાર્સ છે તો એમાં એનો શો વાંક? અને ન્યાસા એને ફાવે એ પહેરે તો ચાહકોએ એની ટીકા શું કામ કરવી જોઈએ? એને ધ્યાનમાં જ લેવાની શું જરૂર છે? હું તો એમ જ કહું છું કે ભાઈ! એને એની રીતે જીવવા દો. ખોટું મહત્ત્વ આપીને વધારે પડતી કોન્શિયસ કેમ બનાવી દો છો?

અરે પણ એ ટ્રોલ થઈ એની સામે સંખ્યાબંધ લોકોએ એનો બચાવ પણ કર્યો જ છેને?

હા, એ લોકોનો હું આભાર માનું છું. પરંતુ જે લોકોએ તેને ટ્રોલ કરી એમને એટલું જ કહીશ કે અભી વો બચ્ચી હૈ! છોડ દો ઉસ કો યાર!

સિનેજગત સાથે સંકળાયેલા બધાજ લોકોમાં ચાહકોને રસ પડે છે. અને બીજું, એ ટ્રોલ થઈ તો પણ ચર્ચામાં તો આવી ગઈ ને

દોસ્ત તમે જ મને કહો, આવી ચર્ચામાં આવીને એને શું લાભ? ઊલટું એ ઓવર-કોન્શિયસ થઈ જશે. એનો કુદરતી વિકાસ નહીં થાય.

એવું ન્યાસાના પિતાને લાગે છે. ન્યાસા સાથે વાત કરી? એને કદાચ આ બધું ગમ્યું પણ હોય. એનેય મનમાં ઈચ્છા ન હોઈ શકે કે મારા વિશે ચર્ચા થાય?

ન્યાસા સાથે મેં વાત નથી કરી. ખેર! છોડો હવે એ વાતને!

ઓકે. એ વાત જવા દઈએ, તારી ફિલ્મ ટોટલ ધમાલ હિટ થઈ. સિંઘમ પછી શિવાયને બાદ કરતાં તારી બધી જ ફિલ્મો હિટ થઈ છે. કેવું લાગે છે?

એવું લાગે છે કે પ્રેક્ષકો ઈશ્વર બનીને મને આશીર્વાદ આપી રહ્યા હોય! ખૂબ આનંદ થાય છે અને જવાબદારી વધતી જતી હોય એવું પ્રેશર પણ વર્તાય છે. અબ લોગ મુઝ સે હિટ કી હી ઉમ્મીદ રખતે હૈં!

આ ફિલ્મમાં અનિલ કપૂર સાથે કામ કર્યું. એના વિશે શું કહેવું છે?

અનિલ કપૂર વિશે શું કહું? એમની એનર્જી ગજબની છે. એ માણસમાં એટલી એનર્જી છે કે વાત ન પૂછો. જનરેટર બંધ પડી ગયું હોય તો અનિલની હાજરીથી કામ ચાલી જાય! હા… હા… હા…!

સાંભળ્યું છે કે કાજોલ વાતોડિયણ છે અને અજય દેવગન ઓછાબોલો. તો ઘરમાં ઘર્ષણ નથી થતું?

થાય છે ને! હું ક્યારેક એને કહું છું, તું થોડીક વાર ચૂપ રહીશ તો હું મારી વાત કહી શકું! મનેય મારી વાત કહેવાની તક મળે. એટલે એ ચૂપ થઈ જાય છે. બાકી તો આખો દિવસ એ બકબક કરતી જ રહે છે. પછી ફરિયાદ કરે છે કે એની વાતો હું સાંભળતો નથી.

તું સેટ પર બધાની સાથે પ્રેક્ટિકલ જોક કેમ કરતો જ રહે છે?

અરે યાર! તમે એક વખત શૂટિંગમાં આખો દિવસ હાજર રહો તો તમને ખ્યાલ આવશે. એક શોટ ચાલતો હોય ત્યાં સુધી તો રીટેકની જ માથાકૂટ હોઈ શકે, પરંતુ એક શોટ પૂરો થયા પછી બીજો શોટ લેવાની તૈયારી ચાલતી હોય અને અમારે શોટ ગોઠવાય ત્યાં સુધી રાહ જોવાની હોય. તમે હાજર રહો તો ખ્યાલ આવે કે એ સમય કેવો બોરિંગ હોય છે. એવામાં ભલભલાનો જોશ ઉતરી જાય. કંટાળો દૂર કરવા અને વાતાવરણ હળવું તથા ઉત્સાહભર્યું રાખવા માટે અમે પ્રેક્ટિકલ જોક કરતા રહીએ છીએ. ઉટપટાંગ વાતો પણ કરતા રહીએ છીએ.

અક્ષય કુમારે તારી ટોટલ ધમાલના વખાણ કર્યા. એ ખૂબ મોટી વાત કહેવાય. તારું અક્ષય વિશે શું કહેવું છે?

અક્ષય કુમાર ખૂબ જ મહેનતુ છે. ખૂબ જ શિસ્તબદ્ધ છે. સમયસર ઊંઘી જવું અને વહેલી સવારે ઊઠી જવું એ વર્ષોથી એનો નિત્યક્રમ છે. પાર્ટીઓમાં દેખાતો નથી. એ કોઈની લાઈફમાં ઈન્ટરફિયર કરતો નથી. બસ! પોતાનું કામ કર્યે જાય છે. મને એની આ લાઈફસ્ટાઈલ ખૂબ જ ગમે છે.

તારી ફિલ્મ દે દે પ્યાર દેની સ્ટોરી શું છે?

કોમેડી છે. પચાસ વર્ષના માણસને વીસ વર્ષની યુવતિ સાથે પ્રેમ થઈ જાય અને તેને ઘેર લઈ આવે. ઘરમાં માતા-પિતા, પત્ની અને બાળકો છે. એમાં વાત છાની રાખવા જતાં પછી જે સંજોગો સર્જાય એની વાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અભી વો બચ્ચી હૈ! છોડ દો ઉસ કો યાર! appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/abhi-wo-bachchi-hai-plant-do-us-co/
via Best Gujarati News