રાજ્યમાં સૂર્યપ્રકોપ ઉતરી આવ્યો હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના સૌથી હિટવેવની બાઉન્ડ્રી ફટકાર્યા બાદ રાજ્યના કેટલાક શહેરોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચામડી દઝાડતી આગ ઓકતી ગરમી સામે માનવી અને પશુપક્ષીઓની હાલત દયનિય બની હતી. બપોરના 1 થી 4 કલાક દરમિયાન ઉપર આકાશમાંથી સુર્યતાપ અને નિચે જમીન ધગતા બન્ને તરફથી ગરમીનો મારો ચાલ્યો હતો. પરંતુ આકરી ગરમી સહન કરી રહેલા લોકોમા માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. આગામી દિવસોમાં રાજ્યભરમાં હિટવેવથી લોકોને રાહત મળી શકે છે.

તમને જણાવી દઇએ કે, અરબી સમુદ્રમાં પવનની દિશામાં થયેલા ફેરફારની અસર રાજ્યમાં પડી શકે છે. પવનમાં ભેજ હોવાથી 2 દિવસ ગરમીથી રાહત મળી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, સૌરષ્ટ્રના તાપમાનમાં ઘટાડો થશે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. આગામી 4 દિવસ વાતાવરણ ભેજવાળું રહી શકે છે.

અત્યારે ગરમીનો પારો હિટવેવ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજમાં 41 ડિગ્રી, અમરેલીમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ત્યાં જ અમદાવાદમાં 40.6 ડિગ્રી, ડીસા 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અરબી સમુદ્રમાં પવનની દિશામાં થયો ફેરફાર, રાજ્યભરમાં હિટવેવથી લોકોને મળશે રાહત appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/changes-in-wind-direction-in-the-arabian-sea-heatwave-relief-from-people-across-the-state/
via Best Gujarati News