અભિનેતા વરુણ ધવન પોતાની આગામી ફિલ્મ કલંકના પ્રમોશનમાં વ્યસ્ત છે. વરુણ ધવનને એક ફિલ્મ ઓફર કરવામાં આવી છે જેમાં દેશના યંગ પરમવીર ચક્ર વિજેતા શહીદ અરુણ ખેત્રપાલનું કિરદાર નિભાવવાનું છે. અહેવાલ મુજબ ફિલ્મનું દિગ્દર્શન શ્રીરામ રાઘવન કરશે જેણે વરુણ સાથે ફિલ્મ બદલાપુર કરી હતી. અરુણ ખેત્રપાલે વર્ષ ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં પોતાનું શૌર્ય દર્શાવ્યું હતું અને દુશ્મનોને ધૂળ ચટાડી હતી. ફિલ્મનું નામ ઇક્કીસ રાખવામાં આવશે. હાલ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. વરુણની ફિલ્મ કલંક બાદ સ્ટ્રીટ ડાંસર થ્રીડી રિલીઝ થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post યંગ પરમવીર ચક્ર વિજેતા શહીદ અરુણ ખેત્રપાલની ભૂમિકા ભજવશે વરુણ appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/young-param-vir-chakra-winner-shah/
via Best Gujarati News