સલમાન ખાન ફરી એકવાર ઈદના ખાસ મોકા પર પોતાના પ્રશંસકો માટે ફિલ્મ ભારત લઈને આવી રહ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર 22 એપ્રીલે રિલીઝ કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ ફિલ્મને લઈને પ્રશંસકોમાં જોરદાર આકર્ષણ જોવા મળી રહ્યુ છે. ટ્રેલર બાદ ફિલ્મનું પહેલું ગીત ગુરૂવારે સ્લો મોશન રિલીઝ કરવામાં આવ્યુ છે. આ ગીતમાં પહેલી વાર સલમાન ખાન અને દિશા પટ્ટણીની રોમેન્ટીક કેમેસ્ટ્રી જોવા મળશે.

ભારતનું પહેલું ગીત ‘સ્લો મોશન’ ઈરશાદ કામિલે લખ્યુ છે. ફિલ્મમાં સંગીત વિશાલ શેખરે આપ્યુ છે. આ ગીતમાં પહેલી વાર સલમાન ખાન અને દિશા પટ્ટણી એક ફ્રેમમાં નજર આવશે. ગીતની શરૂઆતમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ 1964, એ સમય હતો ધ ગ્રેટ રશિયન સર્કસનો એ સમય હતો રંગીન જવાનીનો. ગીતમાં સલમાન સર્કસમાં મોતના કુંવામાં સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. તેને ટક્કર આપતી દીશાની ધમાકેદાર એન્ટ્રી થાય છે.

ગીતને સલમાન ખાનનો રેટ્રો લુક અને દિશા પટ્ટણી સાડીમાં ખુબસુરત લાગી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે સલમાનની આ સ્ટાઈલમાં ફિલ્માવવામાં આવતા પ્રશંસકો માટે જાણે કે કોઈ ભેટ સમાન છે.

આ ગીત રીલિઝ થતા જ સોશિયલ મીડિયા પર તેના રિએક્શન આવવા શરૂ થઈ ગયા છે. પ્રશંસકોને એકવાર ફરીથી સલમાન ખાને ઇમ્પ્રેસ કરવાનો પુરતો પ્રયાસ કર્યો છે. તો દિશા ખુબજ હોટ લાગી રહી છે.

આ ફિલ્મ 5 જૂને રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ડાયરેક્શન અલી અબ્બાસ ઝફર સંભાળી રહ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાન, કૈટરીના કૈફ, દિશા પટ્ટણી, તબ્બૂ, સુનીલ ગ્રોવર, જેકી શ્રોફ, સોનાલી કુલકર્ણી નજર આવશે.

ફિલ્મની કહાનીમાં સલમાન ખાન અને કેટરીના કૈફ યંગ એજથી લઈને ઓલ્ડ એજ સુધી રોલ નીભાવતા નજર આવશે. તેના માટે સ્પેશિયલ પ્રોસ્થેટિક મેકઅપ માટે ટીમને બોલાવવામાં આવી છે. આ ફિલ્મ સલમાન માટે ખાસ એટલે છે કેમકે તેની આજ સુધીમાં જેટલી ફિલ્મો બોક્સ ઓફિસ પર ઈદ પર આવી છે તે ધુમ કમાણી કરી ચુકી છે અને ક્યારેય નિષ્ફળ ગઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ભારત ફિલ્મનું સોંગ ‘સ્લો મોશન’ રિલીઝ, દિશા પટ્ટણી સાથે સર્કસમાં સલમાન ખાનનો રોમાંસ appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/bharat-film-slow-motion-song-out-salman-khan-disha-patani-romance-in-circus/
via Best Gujarati News