News@12 PM: રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમી, એર ઇન્ડિયા ફ્લાઇટ્સનું સર્વર ડાઉન
રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમીનો કેર યથાવત, એર ઇન્ડિયા ફ્લાઇટ્સનું સર્વર ડાઉન થતાં શનિવારના રોજ પેસેન્જર્સને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે.બનાસકાંઠામાં મહિલાએ ભરબજારે ધારણ કર્યું રણચંડીનું રૂપ, ચંપલથી યુવકને ધોઇ નાખ્યો. શ્રીલંકામાં સીરીયલ બ્લાસ્ટમાં ISનો હાથ, ભારત સાથેનું ખૂલ્યું ચોંકાવનારું કનેકશન! PM મોદીના પાક્કા મિત્ર પરથી રહસ્યનો ઉઠ્યો પડદો, આમની સાથે કરે છે બધી જ વાત શેર, શ્રીલંકામાં વધુ એક આત્મઘાતી હુમલો, 6 બાળકો સહિત 15 લોકોના મોત થતા ફફડાટ. અનિલ અંબાણી ફરી ડિફોલ્ટર, હવે આમને પૈસા ચુકવવામાં નિષ્ફળ. GoAir આપી રહ્યુ છે ધમાકેદાર ઓફર, 2,765 રૂપિયામાં કરો હવાઈ મુસાફરી સહિતના અગત્યના સમાચાર…
વધુ વાંચવા કરો ક્લિક-1: રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમીનો કેર યથાવત, જાણો કયા છે ઓરેન્જ અને રેડ એલર્ટ
રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીના પગલે રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ ક્રોસ કર્યો છે. અમદાવાદમાં પણ હજી 2 દિવસ રેડ એલર્ટની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
વધુ વાંચવા કરો ક્લિક-2: આજે સવારે એવું તે શું થયું કે દિલ્હી-મુંબઇ એરપોર્ટ પર પેસેન્જર્સમાં સર્જાયો અફડાતફડીનો માહોલ?
એર ઇન્ડિયા ફ્લાઇટ્સનું સર્વર ડાઉન થતાં શનિવારના રોજ પેસેન્જર્સને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. સર્વરને લગભગ 9 વાગ્યે રિપેર કરાયું પરંતુ તેના લીધે એર ઇન્ડિયાની સ્થાનિકની સાથો સાથ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પણ અસર પડી છે. મળતી માહિતી પ્રમાણે પેસેન્જર્સના બોર્ડિંગ પાસ નીકળી રહ્યા નથી. તેના લીધે દિલ્હી એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
વધુ વાંચવા કરો ક્લિક-3: બનાસકાંઠામાં મહિલાએ ભરબજારે ધારણ કર્યું રણચંડીનું રૂપ, ચંપલથી યુવકને ધોઇ નાખ્યો, જુઓ Video
બનાસકાંઠાના થરાદમાં એક મહિલાએ એક યુવકને ચંપલ વડે મેથીપાક આપતો વીડિયો વાયરલ થયો છે. આ ઘટનામાં ગાડીમાં બેસવાને લઇને મહિલા સાથે એક વ્યક્તિને બબાલ થઇ હતી, જોત જોતામાં મહિલાનો ગુસ્સો સાતમા આસમાને જતો રહ્યો હતો. અને વિફરેલી મહિલાએ ભરબજાર વચ્ચે યુવકને ચંપલ વડા ફટકાર્યો હતો. હાલ યુવકને ચંપલ વડે મારતો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાઇરલ થઇ રહ્યો છે.
વધુ વાંચવા કરો ક્લિક-4: શ્રીલંકામાં સીરીયલ બ્લાસ્ટમાં ISનો હાથ, ભારત સાથેનું ખૂલ્યું ચોંકાવનારું કનેકશન!
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ઇસ્લામિક સ્ટેટના કોઇમ્બતુર મોડ્યુલના કથિત સભ્યોથી શ્રીલંકામાં ઇસ્ટર બ્લાસ્ટના સિલસિલામાં પૂછપરચ્છની તૈયારી કરી રહ્યાં છે. NIA એ વાતની તપાસ કરવા માંગે છે કે શું ભારતીય શંકાસ્પદ અને લંકાના આતંકીઓ કે તેમના હેન્ડલરમાં કોઇ સંબંધ છે.
વધુ વાંચવા કરો ક્લિક-5: PM મોદીના પાક્કા મિત્ર પરથી રહસ્યનો ઉઠ્યો પડદો, આમની સાથે કરે છે બધી જ વાત શેર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા સીટ પરથી પોતાના ઉમેદવારી પત્ર ભર્યાના દિવસે અગ્રણી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે ઘણી અંગત જીવનની વાતો શેર કરી છે. આ દરમ્યાન ઇન્ટરવ્યુમાં પીએમ મોદીને પૂછયું કે આખરે તમારો કોઇ એવો મિત્ર છે, જેની સાથે તમે બધી જ વાત શેર કરતા હોવ.
વધુ વાંચવા કરો ક્લિક-6: શ્રીલંકામાં વધુ એક આત્મઘાતી હુમલો, 6 બાળકો સહિત 15 લોકોના મોત થતા ફફડાટ
શ્રીલંકામાં સીરીયલ બોમ્બ બ્લાસ્ટથી નરસંહાર કરનારાઓની ધરપકડ થઇ રહી છે. સ્થાનિક તપાસ એજન્સીઓ શંકાસ્પદોને પકડવા માટે મેરેથોન સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અને અત્યાર સુધીમાં 75થી વધુ લોકોની ધરપકડ થઇ ચૂકી છે. આ ચાંપતા બંદોબસ્તની વચ્ચે શુક્રવારની સાંજે ઇસ્ટર્ન પ્રાંતમાં એક ઠેકાણા પર દરોડા પડાયા
વધુ વાંચવા કરો ક્લિક-7: અનિલ અંબાણી ફરી ડિફોલ્ટર, હવે આમને પૈસા ચુકવવામાં નિષ્ફળ
રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom) એક વાર ફરી ટેલિકોમ ડિપાર્ટમેન્ટને 492 કરોડ રૂપિયા સ્પેક્ટ્રમના ચુકવણી કરવામાં નિષ્ફળ રહ્યા છે. એક સરકારી અધિકારીએ આ જાણકારી આપતા જણાવ્યુ કે અનિલ અંબાણીની કંપની સતત ત્રીજી વાર ડિફોલ્ટ થઈ ચુકી છે.
વધુ વાંચવા કરો ક્લિક-8: GoAir આપી રહ્યુ છે ધમાકેદાર ઓફર, 2,765 રૂપિયામાં કરો હવાઈ મુસાફરી
શું તમને હવાઈ મુસાફરી કરવાનો શોખ છે તો આ સમય તમારા માટે ખુબજ સારો છે હવાઈ મુસાફરી કરવી તમારા માટે ફાયદાકારક થઈ શકે તેમ છે. કેમકે દેશની જાણીતી એરલાઈન કંપની GoAir પોતાના ઘરેલુ ઉડાનો પર બમ્પર ડિસ્કાઉન્ટ લઈને આવી ચુકી છે.
વધુ વાંચવા કરો ક્લિક-9: કેટરીનાને હવે ફિલ્મો નહીં પરંતુ લેવી છે આ મોટી જવાબદારી
અભિનેત્રી કેટરીના કૈફનું કહેવું છે કે, કંટેટને ડેવલપ કરવાને લઇને તે હંમેશા ઉત્સાહિત રહે છે અને એક પ્રોડ્યુસર બનવા માંગે છે. એક નિવેદનમાં જણાવ્યું કે વૂટના ‘ફીટ અપ વિદ ધ સ્ટાર્સ સીઝન 2’ના એક એપિસોડમાં જ્યારે તે આવી તો તેને ફિલ્મ નિર્માણ ઉદ્યોગમાં તેને રુચિ અને વિચારને લઇને વાત કરી.
વધુ વાંચવા કરો ક્લિક-10: Amazon Summer Saleમાં નવો સ્માર્ટફોન ખરીદશો તો મળશે આ ફાયદો
ઈ-કોમર્સ વેબસાઈટ Amazon પર ચોથી મેથી Summer Sale 2019ની શરૂઆત થશે. આ દરમિયાન તમે આ સેલમાં સ્માર્ટફોન, કેમેરા, ઓડિયો પ્રોડક્ટ, સ્માર્ટવોચ અને લેપટોપ સહિત બીજી પ્રોડ્ક્ટસ પર ડિસ્કાઉન્ટ સાથે ખરીદી કરી શકો છો. આ સાથે આ સેલમાં SBI ડેબીટ ક્રેડિટ કાર્ડ પર 10 ટકા તાત્કાલીક ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post News@12 PM: રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમી, એર ઇન્ડિયા ફ્લાઇટ્સનું સર્વર ડાઉન appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/27-april-2019-top-headlines-til-12-pm/
via Best Gujarati News
0 Comments