અનુરાગ બાસુની આગામી ફિલ્મમાં રણબીર કપૂર-દીપિકા પદુકોણ હશે
રણબીર અને દીપિકા પદુકોણની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ પડે છે. બંને સ્ટાર્સની એક લાંબી ફેન ફોલોઇંગ છે. બંને સ્ટાર્સ ભલે અલગ અલગ ઓળખ ધરાવતા હોય પણ જ્યારે ઓનસ્ક્રીન પર આવે ત્યારે તેમની કેમિસ્ટ્રી ગજબની હોય છે. છેલ્લે બંનેએ ફિલ્મ તમાશા કરી હતી. ફિલ્મમેકર અનુરાગ બાસુ ફરી આ હિટ જોડીને એકસાથે લાવવા તૈયાર છે. અનુરાગ બાસુ સાથે રણબીર કપૂરે આ અગાઉ જગ્ગા જાસૂસ અને બર્ફી ફિલ્મમાં સાથે કામ કર્યું છે જ્યારે અનુરાગ સાથે દીપિકાની આ પહેલી ફિલ્મ હશે. હાલ બંને સ્ટાર્સને સ્ક્રિપ્ટ મોકલી દેવામાં આવી છે તેમના જવાબનો મને ઇંતેજાર હોવાનું અનુરાગ બાસુએ જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અનુરાગ બાસુની આગામી ફિલ્મમાં રણબીર કપૂર-દીપિકા પદુકોણ હશે appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/anurag-basu-next-film/
via Best Gujarati News
0 Comments