કોઈ પણ સારું કામ કરતા પહેલા આપણે ઘણું પ્લાન કરતા હોઈએ છીએ અને ઘણાં વિચારો બાદ કોઈ પણ કામને પૂરું કરવા માટેનાં પ્રયત્નો કરતા હોઈએ છીએ. ત્યારે કોઈ પણ કામને કરતા પહેલા બહુ વિચાર ના કરીને તે કામને કરી નાંખવાનો ફંડા લઈને આવી રહી છે ગુજરાતી ફિલ્મ ‘બહુ ના વિચાર’. આગામી ૩ મે નાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે ત્યારે ‘બહુ ના વિચાર’ ફિલ્મની સ્ટારકાસ્ટે ‘સંદેશ’ની મુલાકાત લીધી હતી. જેમાં ફિલ્મનાં લીડ એક્ટર ભવ્ય ગાંધી, દેવર્શી શાહ અને એક્ટ્રેસ જાનકી બોડીવાલાની સાથે ફિલ્મનાં ડિરેક્ટર ઋતુલે ફિલ્મ વિશે ઘણી રસપ્રદ વાતો શેર કરી હતી.

આ ફિલ્મ ૭ એવા ફ્રેન્ડ્ઝની છે જેઓ સ્કૂલ-કોલેજથી સાથે છે અને કોલેજ બાદ તેઓ પોતાનો બિઝનેસ શરૃ કરવાનો વિચાર કરે છે જેમાં તે બધા બિઝનેસ પાર્ટનર તરીકે જોડાય છે અને તે બિઝનેસમાં જોડાયેલ ૭ વ્યક્તિઓની ૭ ડિફ્રન્ટ થિંકિંગને લીધે જુદા જુદા ટ્વિસ્ટ્સ આવતા જાય છે. આ ફિલ્મમાં વરુણનું કેરેક્ટર પ્લે કરી રહેલા ભવ્ય ગાંધીએ ફિલ્મમાં પોતાના કેરેક્ટર વિશે વાત કરતા જણાવ્યું કે, ‘ફિલ્મમાં મારા પેરેન્ટ્સનું ડિવોર્સ થઈ ગયું હોવાને લીધે હું મમ્મી જોડે રહું છું. મારું કેરેક્ટર ખૂબ અલગ છે જે ઝાડ સાથે પણ વાતો કરતું જોવા મળશે. ફિલ્મમાં હું બિઝનેસ કરવાની ઈચ્છા ધરાવું છું જે પોતાના ફ્રેન્ડ્ઝને એકત્ર કરીને બિઝનેસને આગળ ધપાવવા પ્રયત્નશીલ રહે છે. અને તેઓ બિઝનેસને આગળ ધપાવવા માટે રિયાલિટી શોમાં પાર્ટીસિપેટ કરે છે અને ત્યારબાદ કેવી હેરાનગતિનો અનુભવ થાય છે તે જોવામાં ઈન્ટ્રેસ્ટ પડશે.’

૭ મિત્રો વચ્ચે એકમાત્ર ફિમેલ કેરેક્ટર પ્લે કરી રહેલી જાનકી બોડીવાલા આ ફિલ્મમાં શિવાનીનું કેરેક્ટર પ્લે કરી રહી છે. પોતાના કેરેક્ટર વિશે વાત કરતા જાનકીએ જણાવ્યુ કે, ‘ફિલ્મમાં મારું કેરેક્ટર હું રિયલ લાઇફમાં જેવી છું તેવી જ જોવા મળીશ. હું રિયલ લાઇફમાં પણ ઘણી કન્ફ્યૂઝ રહું છું અને ફિલ્મમાં પણ ઘણી કન્ફ્યૂઝ જોવા મળીશ. શિવાની નાની નાની વાતમાં ખૂબ કન્ફ્યૂઝ થતી જોવા મળશે અને જેનાં કારણે તે નેગેટિવ થોટ્સને પોતાના પર ઓવરકમ કરતી જોવા મળશે.’ સાત મિત્રોમાં મિસ્ટર પર્ફોક્શનિસ્ટનું કેરેક્ટર ભજવી રહેલા દેવર્શી શાહ આ ફિલ્મમાં અરુણનું કેરેક્ટર પ્લે કરતા જોવા મળશે. દેવર્શીએ પોતાના કેરેક્ટર વિશે વાત કરતા જણાવ્યું કે, ‘અરુણ પોતાની લાઇફમાં ખૂબ ક્લિયર છે તે તેનાં ફ્રેન્ડ્ઝ સાથે પણ ક્લેરિટી સાથે કામ કરે છે પણ ઘણી વાર તેનું પર્ફેક્શન અમુક વસ્તુઓમાં કોન્ફ્લિક્ટ સર્જે છે. જે ફિલ્મનાં ફર્સ્ટ હાફમાં જોવા મળશે કે જ્યારે બિઝનેસમાં પ્રોબ્લમ્સ આવે છે ત્યારે હું મારા ફ્રેન્ડ્ઝને જવાબદાર ઠારવું છું.’

ફિલ્મનાં ડિરેક્ટર, રાઇટર, મ્યુઝિક ડિરેક્ટર અને પ્રોડયુસર ઋતુલે પોતાની ડેબ્યુ ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું કે, ‘આ ફિલ્મ એક રિવર્સ ફિલ્મ છે આ ફિલ્મ જોઈને લોકોને પોતાની સાથે રિલેટ કરી શકશે. માટે એમ કહી શકાય કે આ ફિલ્મ રિયલ ઈન્સિડેન્ટ્સથી ઈન્સ્પાયર નથી થઈ આ ફિલ્મમાં બનતી ઘટનાઓ રિયલ લાઈફમાં ઘટશે. આ ફિલ્મનો સબ્જેક્ટ ઘણાં સમયથી મારી પાસે હતો જ પણ તેમાં કોઈ સ્ટ્રોંગ સબ્જેક્ટ અને સ્ટ્રોંગ મેસેજ નહોતો સેટ થઈ રહ્યો માટે ફિલ્મ બનાવવામાં ખચકાટ થતો હતો. પણ જ્યારે મારી પાસે પ્રોપર મેસેજ સાથેની સ્ક્રિપ્ટ રેડી થઈ ત્યારે મારા ફાધરે મને કહ્યું કે બહુ ના વિચાર હવે અને ફિલ્મ શરૂ કરી નાંખ.

ત્યારે તેમની વાત પરથી મને આ ફિલ્મનું ટાઇટલ પણ મળી ગયું હતું. આ ફિલ્મમાં પહેલા કાસ્ટ નક્કી થઈ હતી અને ત્યારબાદ ટેક્નિકલ ટીમ બની હતી. આ ફિલ્મ મારે મોટા સ્કેલ પર નહોતી બનાવવી પણ ફિલ્મ બનાવવી એ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એન્ટર થવા માટેનું સ્ટેપ છે માટે આ ફિલ્મને મોટા સ્કેલ સાથે તૈયાર કરી છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ‘બહુ ના વિચાર’ જોયા બાદ ઓડિયન્સ રિયલ લાઇફમાં ફિલ્મને રિલેટ કરી શકશે appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/audiences-will-able-relay-film-real-life-watching-bahu-na-vichar/
via Best Gujarati News