નાગરિક ઉડ્ડયન નિયામક મંડળ દ્વારા જેટ એરવેઝના સાત વિમાનો રદ કરાયા, કારણ જાણી રહેશો દંગ
નાગરિક ઉડ્ડયન નિયામક મંડળ (DGCA) એ બુધવારે 7 જેટલી બોઇંગ 737-800 જેટ એરક્રાફ્ટને રદ કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને કારણે લીઝિંગ કંપનીઓને આ એરક્રાફ્ટને દેશમાંથી બહાર ભાડે આપવા અને તેમને બીજી એરલાઇનમાં ભાડે આપવાની પરવાનગી મળી ગઇ છે. છેલ્લા કેટલાક અઠવાડિયા દરમિયાન એરવેઝને ભાડે આપનાર વિમાન કંપનીઓને ચુકવણીના કરતા અનેક વિમાનો ઉભા થઇ ગયા હતા. એરલાઇનના કાફલામાં 119 વિમાન છે.
સિવિલ એવિએશન સેક્રેટરી પ્રદીપ સિંહ ખારોલાએ ચાર એપ્રિલે જણાવ્યું હતુ કે તાજેતરમાં જેટ એરવેઝના માત્ર 26 વિમાનો જ ઉડાન ભરી રહ્યાં છે. ડીજીસીએ પોતાનીવેબસાઈટમાં જણાવ્યું છે કે જે સાત બોઇંગ વિમાનની નોંધણી રદ કરવામાં આવી છે, તે ક્રોલી એવિયેશન, માર્દલ એવિયેશન, એલનવુડ એરક્રાફ્ટ લીઝિંગ, ડન્ગારવન એરક્રાફ્ટ લીઝિંગ, એલ્ફિન એરક્રાફ્ટ લીઝિંગ, કાર્લો એરક્રાફ્ટ લીઝિંગ અને બેલીહાઉનિસ એરક્રાફ્ટ લીઝિંગ છે.
ઉલ્લેખનિય છે કે ગંભીર કટોકટીનો સામનો કરી રહેલ જેટ એરવેઝ માટે માઠા સમાચાર સતત આવતા રહે છે. બાકી પગારને પગલે છેલ્લા કેટલાક મહિનાઓથી મેનેજમેન્ટે પાછી પાની કરતા જેટ એરવેઝના સ્થાનિક પાઇલટ બોડી નેશનલ એવિએટર્સ ગિલ્ડે ચેતવણી આપી હતી કે જો આગામી સપ્તાહ સુધી પગાર ચૂકવવામાં નહીં આવે તો તે કાયદાકીય માર્ગ અપનાવી શકે છે.
ઉલ્લેખનિય છે કે કંપનીના પાયલોટના સંગઠન નેશનલ એવિએટર્સ ગીલ્ડ (એનએજી) એ 15 એપ્રિલ સુધી એરક્રાફ્ટ ઉડાન નહી લેવાના નિર્ણયને મોકૂફ રાખ્યો હતો. એનએજીના સભ્યોએ એક ઓપન મીટિંગ દરમિયાન આ નિર્ણય લીધો હતો. આ મીટિંગ મુંબઇ અને દિલ્હીમાં યોજાઈ હતી. એનએજીના પ્રેસિડેન્ટ કરણ ચોપરાએ ચાર કલાકની મીટિંગ પછી પત્રકારોને આ માહિતી આપી હતી. ગિલ્ડ (NAG) કંપનીના કુલ દાવાઓ 1,600 પાઇલોટ્સમાંથી લગભગ 1,100 પાઇલોટના પ્રતિનિધિત્વનો દાવો કરે છે. ગિલ્ડએ અગાઉ જાહેરાત કરી હતી કે બાકી પગારની ચૂકવણી નહી થાય તો પાયલટ એક એપ્રિલથી ઉડાન ભરશે નહીં.
ઉલ્લેખનિય છે કે જેટ એરવેઝના એક હજારથી વધારે પાયલટ 1લી એપ્રિલથી વિમાન નહીં ઉડાવવાનો નિર્ણય કર્યો હતો. આ પાયલટોને છેલ્લા કેટલાંક મહિનાનો પગાર ચૂકવવામાં આવ્યો નથી. પાયલટો દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે એરલાઇન બેંકમાંથી રકમ મેળવવામાં નિષ્ફળ ગઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post નાગરિક ઉડ્ડયન નિયામક મંડળ દ્વારા જેટ એરવેઝના સાત વિમાનો રદ કરાયા, કારણ જાણી રહેશો દંગ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/dgca-canceled-registration-of-seven-aircraft-of-jet-airways/
via Best Gujarati News
0 Comments