લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યાં જ સમગ્ર રાજ્યમાં તમામ પાર્ટીઓ ચૂંટણીનો પ્રચાર કરી રહી છે તો કેટલીક નેશનલ પાર્ટીએ પોતાના હાઇ-પ્રોફાઇલ નેતાનો સહારો લઇ જનતાને આકર્ષી રહી છે. ત્યાં જ સમગ્ર કચ્છમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર માટે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ આજે આદિપુર સિંધુભવન ખાતે સભા સંબોધન કર્યું હતું.

આજે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી પ્રચાર સાથે ભાજપ માટે શંખનાદ ફૂંકયો હતો. રાજનાથસિંહે કોંગ્રેસ અને રાહુલગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, અમારી સરકાર સત્તા માટે નહીં પરંતુ દેશ બનાવવા માટે કામ કરે છે.

રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, 2014 પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે કરેલી પ્રગતિ અને વૈશ્વિક સન્માન અદ્વિતીય છે કોંગ્રેસની નીતિઓનું પરિણામ આજે દેશ ભોગવી રહ્યો છે. તેનું ઉદાહરણ કાશ્મીરમાંથી બે વડાપ્રધાન હોવા જોઈએ તેવો અવાજ સંભળાઈ રહ્યો છે. જો નહેરુએ આઝાદી પછી કાશ્મીરની સમસ્યાઓનો ઉકેલ સરદાર પટેલને કરવા આપ્યો હોત તો આજે રાષ્ટ્રદ્રોહી તત્વોનો સફાયો થઈ ગયો હોત. હવે ૨૦૧૯માં કોઈ ભૂલ નહિ કરતા અને ફરીવાર નરેન્દ્રભાઈને દેશનું સુકાન સોંપજો દેશમાં આર્થિક ક્ષેત્રે અને વિદેશમાં પણ પોતાની નીતિઓ દ્વારા જે રીતે નરેન્દ્રભાઈએ શાસન ચલાવ્યું છે. તે જોતાં 2030 સુધીમાં ભારત અમેરિકા, રશિયા અને ચીન પૈકી વિશ્વની ટોપ ત્રણ પૈકીની એક મહાસત્તા હશે. રાફેલ નેક્સટ જનરેશન સુરક્ષાની તૈયારી છે ‘રાફેલ એટલે રાહુલ ફેલ’, એવું કહીને રાજનાથસિંહે કોંગ્રેસ દ્વારા ‘ચોકીદાર ચોર હૈ’ની કરાતી ટિપ્પણીને વડાપ્રધાન નરેન્દ્રભાઈના અપમાન સમાન ગણાવી આ અપમાનનો જવાબ મતદાન દ્વારા આપવા હાકલ કરી હતી ચોકીદાર ચોર નહીં પણ ચોકીદાર પ્યોર સ્યોર અને ક્યોંર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રાજનાથ સિંહે કચ્છમાં ભાજપ માટે શંખનાદ ફૂંકયો, કહ્યું- ‘રાફેલ એટલે રાહુલ ફેલ’ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/rajnath-singh-said-raphale-is-rafale-is-rahul-gandhi-is-fail/
via Best Gujarati News