અમદાવાદામાં રોડ અકસ્માતો વધી રહ્યા છે. જેમા ડમ્પરચાલકો બેફામ બનીને ડ્રાઇવિંગ કરતા હોય છે. ત્યાં જ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ડમ્પરચાલકે રોડ અકસ્માતમાં બે યુવકોનો ભોગ લીધો છે.

અમદાવાદમાં પિતાને ટિફિન આપવા જઇ રહેલ બે યુવકોનુ રોડ અકસ્માતમાં મોત નિપજ્યું છે પ્રાપ્ત માહિતી અનુસારાક અમદાવાદનાં સુએજ ફાર્મ નજીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પરની ટક્કરે બે યુવકના મોત નીપજ્યા છે. યુવક પિતાને ટિફિન આપવા જઈ રહ્યાં હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત સર્જ્યા બાદ AMCનો ડમ્પરચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે તો ત્યાં જ ડમ્પરચાલકની શોધખોળ પણ હાથ ધરી છે. ઘટનાના પગલે અકસ્માત સ્થળે લોકોના ટોળે-ટોળે ઉમટ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પિતાને ટિફિન આપવા જઇ રહેલા 2 યુવકોને અકસ્માત ભરખી ગયો appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-road-accident-two-people-are-dead/
via Best Gujarati News